આજથી ત્રણ દિવસ રસીકરણ બંધ

કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેના સમયગાળાનીનવી ગાઇડલાઇનનાં પગલે વેકિસનેશનને રી-શેડયુલ કરવા લેવાયો નિર્ણય: ડો.જયંતી રવિ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-05-2021

18થી 45 વર્ષની વયનાને રસી આપવાનું ચાલુ રહશે, 45થી ઉપરનાને 17મી તારીખ પછી: ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12થી 16 અઠવાડિયાનો રાખવાની ગાઇડલાઇન જાહેર કરી છે. ત્યારે એવામાં આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આ સંદર્ભે જણાવ્યું છે કે, ‘આ માર્ગદર્શિકાને પગલે ગુજરાત રાજ્યમાં પણ વેક્સિનેશન શેડ્યુલને રી-શેડ્યુલ કરવાની કામગીરી હાથ ધરવાની થાય છે.’
આરોગ્ય અગ્ર સચિવએ જણાવ્યું કે, ‘આના પરિણામે સમગ્ર રાજ્યમાં આવતી કાલ તારીખ 14મે 2021થી ત્રણ દિવસ માટે 45થી વધુની વયના લોકો માટેના રસીકરણની કામગીરી મોકૂફ રાખવામાં આવશે.’
ડો. જયંતિ રવિએ એમ પણ જણાવ્યું કે, ’45 વર્ષથી વધુ વયના લોકો માટેના રસીકરણની કામગીરી સોમવારના તારીખ 17મે 2021થી ભારત સરકારના દિશાનિર્દેશો અનુસાર ફરીથી શરૂ કરવામાં આવશે.’
વધુમાં તેઓએ જણાવ્યું કે, ’18થી 45 વયજૂથમાં જેમને એપોઈમેન્ટ શેડ્યુલ અપાઈ ગયા છે અને રસીકરણ અંગેનો જખજ જેમને મળ્યો છે તેવાં લોકો માટે જ રસીકરણની કામગીરી આ ત્રણ દિવસો દરમિયાન કરવામાં આવશે.’

આવતા સપ્તાહથી ભારતમાં મળશે સ્પુતનિક વક્સિન : નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આગામી સપ્તાહથી સ્પુતનિક વેચાણ ભારતમાં શરૂ થઈ જશે. 2 બિલિયન ડોઝ ભારતમાં આગામી 5 મહિનામાં ઉપલબ્ધ થશે. દેશી અને વિદેશી બંને વેક્સિન ભારતમાં લાગવા લાગશે. સ્પુતનિક ઓક્ટોબર સુધી ભારતમાં જ ઉત્પાદિત થઈને મળવા લાગશે. દેશમાં ચાલી રહેલા કોરોના સંકટની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી. આ કોન્ફરન્સમાં મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ, ડો.બલરામ ભાર્ગવ, ઈંઈખછ અને નીતિ આયોગના સભ્ય ડો.વીક પોલ હાજર રહ્યાં હતા. લવ અગ્રવાલે જણાવ્યું કે દેશના 187 જિલ્લામાં છેલ્લા 2 સપ્તાહથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. 24 રાજ્યમાં પોઝિટિવિટી રેટ 15 ટકા સુધી છે. જ્યારે 12 રાજ્ય એવા છે, જ્યાં એક લાખથી વધુ કોરોનાના કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આગામી સપ્તાહથી સ્પુતનિક ટ વેક્સિનનું ભારતમાં વેચાણ શરૂ થઈ જશે. 2 મિલિયન ડોઝ ભારતમાં આગામી પાંચ મહિનામાં ઉપલબ્ધ થશે. દેશી અને વિદેશી વેક્સિન ભારતમાં લાગવા લાગશે. સ્પુતનિક ઓક્ટોબર સુધી ભારતમાં ઉત્પાદિત થઈને મળવા લાગશે. મંત્રાલયે જણાવ્યું કે સરકારની આ નીતિ અને આંકડાઓ પર કોઈને શંકા ન હોય કે વેક્સિનની અછત સર્જાશે. બધાને વેક્સિન લગાવવામાં આવશે. સાથે જ જણાવવામાં આવ્યું કે રાજ્ય સ્વયત્તા માંગતા હતા, જે હવે કેન્દ્રએ આપી દીધી છે. ઠઇંઘમાંથી જે વેક્સિ એપ્રુવ છે, તેને ભારતમાં મંજૂરી મળશે. આયત લાઈસન્સનો કોઈ પ્રતિબંધ હશે નહિ. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે લોકો અને રાજ્યોની માંગ અને જરૂરિયાત પર આ પગલા ભરવામાં આવ્યા છે. વધુમાં એ પણ કહેવામાં આવ્યું કે ભારતમાં અને ભારતીયો માટે ઓગસ્ટ-ડિસેમ્બરની વચ્ચે વેક્સિનના 216 કરોડ ડોઝ ભારતમાં તૈયાર થશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો