સરકારનો મહત્ત્વનો નિર્ણય: ધોરણ-12 માટે માસ પ્રમોશન નહીં અપાય?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-05-2021

કોરોનાની બીજી લહેર સમગ્ર દેશમાં ચાલુ છે અને હજુ આગામી ત્રીજી લહેર આવાની સંભાવના પણ વ્યક્ત કરાઇ છે અને આ ત્રીજી લહેર બાળકોને મેક્સિમમ સંક્રમિત કરશે એવો પણ ભય વ્યક્ત થયો છે. જોકે આ તમામ સંભાવના અને ભય વચ્ચે ગઇકાલે મળેલી કોર કમિટીની બેઠકમા રાજ્ય સરકાર દ્વારા કોરોના કાળમાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણય સાથે જ ધોરણ -૧૨ મા ભણતા વિદ્યાર્થીઓ અને વાલીઓમા એક ચર્ચા શરુ થઇ હતી કે ધોરણ -૧૦ ની જેમ હવે ધોરણ ૧૨ માટે પણ કદાચ માસ પ્રમોશનનો નિર્ણય સરકાર લઇ શકે છે પરંતુ, આ તમામ આકલન પર હવે પૂર્ણ વિરામ લાગશે.

શિક્ષણ વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ -૧૨ ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો અને તેઓને માસ પ્રમોશન નહી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર લઇ ચૂકી છે અને ટૂંક જ સમયમાં તેની વિધીવત જાહેરાત પણ કરાશે. જો કે આ કોરોના મહામારી માં આગામી સમયમાં સ્થિતિની સમીક્ષા બાદ આ પરીક્ષા ક્યારે લેવી અને કેવી રીતે લેવી તેનો નિર્ણય લેવામાં આવશે.

તો બીજી બાજુ ધોરણ -૧૦મા માસ પ્રમોશનના નિર્ણય બાદ ધોરણ -૧૦ પછી થતા વિવિધ ડીપ્લોમા- ડીગ્રી સહિતના કોર્સીસમાં એડમિશન મુદ્દે પણ ગડમથલનો માહોલ સર્જાયો હતો કે તમામ વિદ્યાર્થીઓ જ્યારે પાસ છે ત્યારે અન્ય કોર્સીસમા તેમને એડમિશન કયા મેરીટ પર આપવું?

એડમિશન કયા મેરીટ પર આપવું?: આજ ગડમથલના નિવારણ માટે ધોરણ ૧૦ પછીના અન્ય કોર્સીસમા એડમિશન મુદ્દે રાજ્ય સરકાર દ્વારા આજે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવનાર છે. આ વિશેષ કમીટીમા અંદાજે આઠ શિક્ષણવિદોને સમાવવામાં આવશે. આ તમામ શિક્ષણ વિદો ધોરણ -૧૦ ના વિદ્યાર્થીઓને આગળના ડીપ્લોમા- ડીગ્રી કોર્સીસમાં કયા પ્રકારે એડમિશન અપાશે તેની ચોક્કસ નિતી બનાવશે. અને એ બાદ વિદ્યાર્થીઓ ને ધોરણ ૧૦ બાદ ના કોર્ષમાં એડમિશન આપવાનું શરૂ કરવામાં આવશે, સાથે જ ખાનગી શાળાઓ ની એડવાન્સ ફી ઉઘરાણી મુદ્દે બેઠક કે સમીક્ષાનો શિક્ષણ વિભાગનો હાલ કોઇ વિચાર નહી હોવાનું પણ જાણવા મળ્યું છે.

રાજ્ય સરકાર ટૂંક જ સમયમાં ધોરણ – ૧૦ બાદના કોર્સીસમા એડમિશન માટે બનાવાનાર કમિટીમાં કયા શિક્ષણ વિદોને સમાવાયા છે તેની જાહેરાત કરશે, આ શિક્ષણ વિદો કેટલા સમયમાં આ નિતી બનાવીને વિદ્યાર્થીઓ માટે કલેરિટી લાવી શકશે તેની પણ જાહેરાત કરશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો