મોરબીમાં તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં પુરતા પ્રમાણમાં વેકસીન આપવા કલેક્ટરને આવેદન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-05-2021

રાજયમાં વેકસીન મૂકવા માટે તમામ જિલ્લાના હેલ્થ સેન્ટર, સરકારી હોસ્પીટલમાં કામગીરી ચાલી રહી છે ત્યારે વેકસીન કાર્યક્રમ અંતર્ગત લોકોએ વેક્સિન આપવા માટે ખાસ કરીને વેક્સિન પૂરતા પ્રમાણમા આપવામાં આવે તે જરૂરી છે મોરબીમાં સોઓરડી અર્બન હેલ્થ સેન્ટર કે જ્યાં તમામ હેલ્થ સેન્ટર કરતો લાભાર્થી દર્દી ઘણા આવે છે કારણ કે આજુ બાજુમાં કારખાનાઓ આવેલા છે ત્યાં બહારના રાજ્યના નાગરિકો કામ કરવા માટે આવે છે અને સ્થાનિક મજૂરો પણ સારવાર માટે ત્યાં જતાં હોય છે જેથી ત્યાં વધુ વેક્સિન આપવામાં આવે તેવી માંગ મોરબી પાલિકાના સદસ્ય જશવંતીબેન સુરૈશભાઇ શિરોહીયાએ દ્વારા કરવામાં આવી છે અને જો ઓછી વેક્સિન આપવામાં આવે તો ફરજ પરના ડોક્ટર, નર્સ અને આરોગ્ય વિભાગમાં ફરજ ઉપર સ્ટાફને લોકોના રોષનું ભોગ બનવું પડે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો