સાઉદી અરેબીયામાં ચીનની વેકસીન લગાવનારને નો એન્ટ્રી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-05-2021

સાઉદી અરેબીયા જવા ઈચ્છતા પાકિસ્તાનીઓ માટે મુશ્કેલીના સંકેત છે. સાઉદી પ્રિન્સ મહમદ બીન સલમાન એ એક આદેશમાં જે પાકિસ્તાનીએ ચીનની વેકસીન મુકાવી હશે તેને સાઉદી અરેબીયામાં પ્રવેશ અપાશે નહી તેવી જાહેરાત કરી છે. સાઉદી અરેબીયાએ ચીનની એક પણ વેકસીનને માન્યતા આપી નથી જયારે પાકિસ્તાનમાં પુરેપુરી રીતે ચાઈનીઝ વેકસીન જ આપવામાં આવે છે. જોકે ફકત પાકીસ્તાનીઓને જ આ પ્રતિબંધ શા માટે તેના જવાબમાં કહ્યું કે વિશ્ર્વના અન્ય દેશોમાંથી આવનાર માટે પણ આ નિયમ લાગુ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો