મહિલાઓ હવે નહીં ઉંચકવા પડે પાણીના બેડાં, પાણી ભરવામાં મોટી રાહત આપશે આ સાધન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-05-2021

આ ગ્રામજનોએ માથે બેડા અને હાથમાં ડોલ લઈને પાણી ભરવા જવાને બદલે આપનાવી છે નવી ટેકનીક. તમે જે તસવીર જોઈ રહ્યાં છો એ છે, વોટર વ્હીલ ડ્રમ. આનાથી દૂર દૂરથી પાણી ભરી લાવવામાં પણ કોઈ પરેશાની થતી નથી. 

મોટો ભાગે બહેનોને પાણી દૂર દૂર સુધી રઝળપાટ કરવી પડતી હોય છે. બહેનોને માથે બેડા ઉંચકીને હાથમાં ડોલ ઉપાડી દૂર દૂરથી પાણી લાવવું પડતું હોય છે. આજે પણ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ગામડાંઓમાં આવી જ સ્થિતિ છે. પાણી ભરેલાં વજનદાર બેડા માથે ઉપાડવા પડે એમાં તકલીપ પડે છે. એટલું જ નહીં દૂર દૂરથી માથે ઊંચકીને બેડા લાવવાના તો ખરાં પણ એમાંય પાણી માય કેટલું? બેડામાં પાણી પણ લીમીડેટ ભરાય. ત્યારે આ સમસ્યાનું સમાધન આ ગુજરાતના આ નાનકડાં ગામના લોકોએ શોધી કાઢ્યું છે.

વિચરતી અને વંચિત જાતિઓના કલ્યાણ અર્થે કાર્ય કરતી વિચરતા સમુદાય સમર્થ મંચ નામની સંસ્થાના ફાઉન્ડર અને એક સામાજિક કાર્યકર મિત્તલ પટેલે મીડિયા સાથની વાતચીતમાં જણાવ્યુંકે, બહેનોને રાહત મળે છે. આ સાધન ગ્રામીણ વિસ્તારમાં રહેતી ગરીબ મહિલાઓના જીવનમાં એક નવી ક્રાંતિ સમાન છે. કારણકે, આ સાધનની મદદથી મહિલાઓના માથેથી વર્ષો કે સદીઓ જૂનો બેડાનો ભાર હવે ઉતરી જશે.

પાણી ભરીને ઉંચકી ઉંચકીને લાવવાની જવાબદારી માત્ર મહિલાઓની જ નથી. ભાઈઓ પણ આ વોટર વ્હીલ ડ્રમમાં પાણી ભરીને કોઈ જ શરમ વગર ખેંચીને લાવી શકે.

આ વોટર વ્હિલ ડ્રમના કારણે ભાઈઓ પણ પાણી ભરી શકે છે. બેડુ લઈને ભરવા જવામાં ભાઈઓને શરમ આવે પણ આમાં તો ભાઈઓ આરામથી કામ કરી શકે. વળી વધુ માત્રામાં પાણી એક ફેરામાં આવે આથી નાહવા ધોવા ને પીવાનું પાણી આરામથી બે ત્રણ ફેરામાં એક ઘરનું આવી લાવી શકાય. એટલું જ નહીં આ વોટર વ્હીલ ડ્રમને કારણે પાણી હવે કોઈપણ ભરીને લાવી શકે છે.

પાણી ભરીને લાવવા માટે હવે માથે બેડા ઉંચકવાની કે ડોલ લઈને આમતેમ દોડવાની જરૂર નથી. 10 વર્ષનું બાળક પણ રમતા રમતા આ વોટર વ્હીલ ડ્રમને ખેંચી લાવીને પાણી ભરી શકે છે. આમ બહેનો જ પાણી ભરી લાવે એ પરંપરાને વોટર વ્હીલ તોડે છે. આ વોટર વ્હીલમાં 45 લીટર જેટલું પાણી સમાય છે.

આવા એક વોટર વ્હીલ ડ્રમની કિંમત અંદાજે 2000 થી 2100 રૂપિયા જેટલી છે. આ વોટર વ્હીલ ડ્રમને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છેકે, તેને પૈડાની જેમ કોઈપણ જગ્યાએથી રગડાવીને લાવી શકાય છે. તેમાં પીવીસીનું હેવી પ્લાસ્ટીક વાપરવામાં આવ્યું હોવાથી પાણી લીક થવાનો કે ઢોળાવાનો પણ કોઈ ડર રહેતો નથી.

અન્ય સામાજિક સંસ્થાઓ પણ આવી વસ્તુઓની ભેટ આપીને ગરીબ ગ્રામજનોની મદદ કરી શકે છે. સાથે જ અન્ય ગામડાંઓ પણ આપ્રકારની ટેકનીકને અપનાવીને મહિલાઓની પાણી ભરવામાં થતી હાલાકી અને રઝળપાટને રોકી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો