આરોગ્યમંત્રી નીતિનભાઇ પટેલના રાજીનામાંની માંગ, ડૉક્ટર્સની હડતાળ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-05-2021

રાજ્યમાં નર્સની હડતાળનો મામલે પડતર માંગો માટે સરકારને રજૂઆત કરાઈ હતી. તેમ છતાં સ્ટાફ નર્સ એસોસિયેશનની હડતાળની રજૂઆતને સરકારે ગંભીરતાથી ન લેતાં દર્દીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે. સરકારને પોતાની માંગો માટે સ્ટાફ નર્સ એસોસિયેશને અગાઉ પણ વાકેફ કરાયા હતા. માંગો નહિ સંતોષાય તો હડતાળ કરવાની પણ અગાઉના માસમાં રજૂઆત સમયે ચિમકી આપી હતી. ત્યારે સરકારની ઢીલી નિતીને પગલે દર્દીઓ મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે. ડોકટરોની હડતાળ વચ્ચે જુનિયર ડોકટર એસોસિયેશને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલના રાજીનામાની માંગ કરી છે. જુનિયર ડોકટર એસોસિયેશને ટ્વિટ કરી રાજીનામું માગ્યુ છે. તમામ ડોકટર, નર્સો અને અન્ય સ્ટાફ હડતાળ ઉપર છે. તો બીજી તરફ સરકારની નીતિના કારણે લેબ ટેકનીશિયનથી લઇ અન્ય સ્ટાફ પણ નારાજ છે. જેથી નિતિન પટેલના રાજીનામાની માગ કરવામાં આવી છે. વર્ષોથી માંગ ન સંતોષવા નિતિનભાઇને જવાબદાર ગણાવ્યા છે. અમદાવાદના સિવિલ કેમ્પસમાં નર્સિંગ એસોસિએશન દ્વારા સતત બીજા દિવસે વિવિધ પડતર માંગણીઓને લઇને વિરોધ કરવામાં આવ્યો. વિરોધ કરનાર નર્સિગ સ્ટાફે હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો. એલાઉન્સ વધારો, નર્સિંગ સ્ટૂડન્ટસનું સ્ટાઇપેન્ડ વધારવા માંગણી કરવામાં આવી છે. મોટી સંખ્યામા નર્સિંગ સ્ટાફ વિરોધ પ્રદર્શનમાં જોડાયો હતો..ચાલુ કોવિડ ડ્યૂટીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.

રાજકોટમાં માનવીય અભિગમ: રાજકોટમાં તબીબી શિક્ષકોએ હડતાળ પાડી છે. જેમા રાજકોટ મેડિકલ કોલેજના 190 જેટલા તબીબી શિક્ષકો જોડાયા છે. જોકે, હડતાળ દરમ્યાન કોવિડમાં ફરજ બજાવતા 25 જેટલા તબીબી શિક્ષકો પોતાની કામગીર ચાલુ રાખશે. હડતાળ સાથે દર્દીઓને મુશ્કેલીઓ ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. તબીબો પોતાની પડતર માગણીને લઈને હડતાળ કરી રહ્યા છે. તો બીજી તરફ ગાંધીનગરમાં તબીબી શિક્ષકના હોદેદારો અને સરકાર વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા તબીબી શિક્ષકોની માગણીને લેખિતમાં સ્વીકારવામાં આવશે તો જ હડતાલ પૂર્ણ કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો