તમે પણ વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરાવી રહ્યાં છો, તો આ 5 નકલી એપથી રહો સાવધાન! નહી તો પસ્તાશો

ભારતીય કમ્પ્યૂટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમે (CERT-In) લોકોને નકલી CoWin વેક્સિન રજીસ્ટ્રેશન એપ વિશે ચેતવણી આપતા એક નવી એડવાઇઝરી જાહેર કરી છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-05-2021

દેશમાં કોરોના વાયરસને કારણે હાહાકાર મચેલો છે. મહામારીને માત આપવા માટે દેશમાં ઝડપથી વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ઘણા લોકોને વેક્સિન સ્કોટ બુક કરાવવામાં પરેશાની થઈ રહી છે. જલદીથી જલદી સ્લોટ બુક કરાવવાની ઉતાવળમાં લોકો ઇન્ટરનેટ પર વિકલ્પ શોધી રહ્યાં છે, જ્યાં હેકર્સ પોતાની જાળ બીછાવીને બેઠા છે. જો તમે પણ આમ કરી રહ્યા હોય તો સાવધાન થઈ જજો.

હકીકતમાં ભારતીય કમ્પ્યૂટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમે (CERT-In) લોકોને નકલી CoWin વેક્સિન રજીસ્ટ્રેશન એપ વિશે ચેતવણી આપતા એક નવી એડવાઇઝરી જાહેર કરી છે, જે SMS દ્વારા ફેલાઈ રહી છે. વેક્સિન સ્લોટ બુક કરવાની ઉતાવળ જોતા, હેકર્સ આ તકનો લાભ લઈ રહ્યાં છે.

APK ફાઇલ ડાઉનલોડ કરવાનું કહે છે ફેક મેસેજ: CERT-In એ ઉલ્લેખ કર્યો છે કે ફેક મેસેજ એસએમએસ દ્વારા ફેલાઈ રહ્યો છે, જે યૂઝરને ભારતમાં COVID-19 વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે એક એપ આપવાનો ખોટો દાવો કરે છે. આ SMS ના શબ્દો સમય-સમય પર અલગ હોઈ શકે છે. SMS યૂઝર્સને પોતાના એન્ડ્રોયડ ફોન પર પાંચ APK ફાઇલોમાંથી કોઈ એક ડાઉનલોડ કરવા અને એપને ઇન્સ્ટોલ કરવાનું સૂચન કરે છે.

આ પાંચ APK ફાઇલોનું લિસ્ટ આપવામાં આવ્યું છે, જેને તમારે તમારા ફોન પર ડાઉનલોડ કરવાની નથી, કારણ કે તેમાં મેલવેયર છે.

Covid-19.apk

Vaci__Regis.apk

MyVaccin_v2.apk

Cov-Regis.apk

Vccin-Apply.apk“

એસએમએસ મેસેજમાં એક લિંક હોય છે જે એન્ડ્રોયડ બેસ્ડ ડિવાઇસોમાં મેલેશિયસ એપ ઇન્સ્ટોલ કરે છે. આ કેટલું ખતરનાક હોય તેનો અંદાજો આ વાતથી લગાવી શકાય કે ઇન્સ્ટોલ કર્યા બાદ યૂઝર્સના અન્ય કોન્ટેક્ટ સુધી એસએમએસ દ્વારા ખુદ ફેલાઈ જાય છે. CERT-In એ કહ્યું કે, એપને બિનજરૂરી મંજૂરી પણ મળે છે, જેથી હુમલો કરનાર યૂઝરના કોન્ટેક્ટ લિસ્ટ જેવા મહત્વપૂર્ણ ડેટા મેળવી લે છે.

ખાસ કરીને રહો સાવધાન: આ નકલી એપ બસ પાસવર્ડ અને અન્ય જાણકારી ચોરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે આગળ કહ્યું કે, ફિશિંગ અને નકલી ડોમેન, ઈમેલ, ટેક્સ્ટ મેસેજ અને ફોન કોલ્સ વિશે સાવધાન રહો, જે કોવિડ વેક્સિન રજીસ્ટ્રેશનનો ખોટો દાવો કરે છે. એજન્સીએ લોકોને અજાણી વેબસાઇટ અને એપ્સ પર કોઈ પર્સનલ કે નાણાકીય જાણકારી ન આપવાની ચેતવણી આપી છે.

Cowin કે Aarogya Setu પરથી કરો રજીસ્ટ્રેશન: ભારતમાં રસીકરણ પ્રક્રિયાને ડિજિટલ રૂપમાં મેનેજ કરવામાં આવે છે અને વેક્સિનેશન માટે બધા નાગરિકોએ  CoWin વેબસાઇટ (cowin.gov.in) કે આરોગ્ય સેતુ એપ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો