વાંકાનેરના નવાપરામાં રહેણાંકમાં ધમધમતી જુગાર કલબ ઝડપાઇ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-05-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં જુગાર કલબ ધમધમતી હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડી જુગાર રમતા દસ આરોપીઓને રોકડા રૂપીયા ૧,૪૦,૦૦૦ તથા મોબાઈલ નંગ-૧૦, કિંમત રૂ. ૨૯૫૦૦ મળી કુલ ૧,૬૯,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા છે.

વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નવાપરા વિસ્તારમાં દીલીપભાઈ ભગવાનભાઈ બાવરીયાના મકાનમાં ભાડુઆત તરીકે રહેતા મહેશભાઈ સામતભાઈ જીંજરીયા બહારથી માણસો બોલાવી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા કુલ ૧૦ ઈસમો ગંજીપતાના પાના તથા પૈસા વડે તીન-પતીનો હારજીતનો જુગાર રમતા કુલ રૂપિયા ૧,૪૦,૦૦૦ રોકડા તથા મોબાઇલ નંગ-૧૦ કી.રૂ. ૨૯૫૦૦ એમ કુલ ૧,૬૯,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપાઇ ગયા હતા.

પોલીસે દરોડા દરમિયાન (૧) જીતેષભાઈ વાલજીભાઈ ધરજીયા (૨) અજયભાઈ ગણેશભાઈ સારલા (૩) મનોજભાઈ મેરૂભાઈ રાઠોડ (૪) મુકેશભાઈ રમેશભાઈ ડાભી (૫) હુસેનભાઈ વલીમહંમદભાઈ શેખાણી (૬) શૈલેષભાઈ જયંતીભાઈ દલસાણીયા (૭) સંજયભાઈ ઉર્ફે રાધે ભગવાનજીભાઈ સોલંકી (૮) સુનીલભાઈ શંકરભાઈ સારલા (૯) અશ્વીનભાઈ ઉકાભાઈ મકવાણા અને (૧૦) મનોજભાઈ ગીરધરભાઈ ડાભીને ઝડપી લીધેલ હતા જ્યારે આરોપી નંબર (૧૧) મહેશભાઈ સામતભાઈ જીંજરીયા હાજર મળી આવેલ ન હોવાથી ફરાર બતાવવામાં આવ્યા છે.

આ સફળ કામગીરી પીઆઇ. એચ.એન રાઠોડ, એ.એસ.આઈ. હીરાભાઈ તેજાભાઈ મઠીયા, પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, પોલીસ કોન્સ અરવિંદકુમાર ધીરજલાલ મકવાણા, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂદ્ધસિંહ વાળા તથા અજીતભાઈ ભુરાભાઈ સોલંકી વગેરે સ્ટાફે કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો