વાંકાનેર: નર્મદે સ્વર મિત્ર મંડળ અને નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇ ટી સેલના અધ્યક્ષ દ્વારા મુસ્લિમ બિરાદરોને રોઝા છોડાવ્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-05-2021

(અજય કાંજીયા દ્વારા) મુસ્લિમ સમાજના પવિત્ર રમઝા મા માં આજ રોજ નર્મદે સ્વર મિત્ર મંડળ અને નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇ ટી સેલ ના અધ્યક્ષ મનોહરસિંહ જાડેજા (ટીનુભા ) નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ ટી સેલ વાંકાનેર તાલુકાની સભ્ય ટિમ દ્વારા  રોજા  છોડાવવાનું આયોજન કરેલ  તેમજ નર્મદે સ્વર મિત્ર મંડળ દ્વારા મહાદેવ ના મંદિરે હનુમાન ચાલીસા ના પાઠ નું આયોજન કરેલ અને ભગવાન મહામારી અમારા સૌની રક્ષા કરવા પ્રાર્થના કરી હતી. આજ રોજ કોમી એકતા ના દર્શન થયા નર્મદે સ્વર મિત્ર મંડળ દ્વારા સમયાન્તરે ધાર્મિક આયોજન કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા આ ગ્રુપ દ્વારા ઉધાડા પગે વાંકાનેર ના શહેનશાહ શાહબાવા ને શોળ અને નાગાબાવા ને શાલ ચડાવેલ ત્યાર બાદ થોડા દિવસ પહેલા  ઓક્સીજન ની બોટલ તેમજ ઓક્સીજન કીટ ની સેવા  તેમજ સમસાનમાં  લાકડા તેમજ બોર પાણી ની જરૂરી હોવા થી દાતાશ્રી ભંડોળ વગેરે સેવા આ ગ્રુપ દ્વારા કરેલ ખરેખર નર્મદે સ્વર મિત્ર મંડળ કોમી એકતા ની મિશાલ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો