નર્સિંગ ડે: રાજ્યભરમાં નર્સોએ કર્યું વિરોધ પ્રદર્શન, માંગ નહીં સંતોષાય તો હળતાળની ચીમકી

નર્સોની માંગણીઓ છે કે, તેમને ગ્રેડ પે રૂ.4200 અને ખાસ ભથ્થાઓ રૂ.9600 પ્રતિ માસ ચૂકવાય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-05-2021

રાજ્યમાં (Gujarat) એક તરફ કોરોનાનો કહેર છે જ્યારે બીજી તરફ નર્સ અને ડોડક્ટો પોતાની માંગો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આજે 12મી મે એટલે, વિશ્વભરમાં નર્સિંગ ડે (World Nursing Day) ઉજવાઇ રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યની નર્સો પોતાની માંગ સાથે કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કરી રહી છે. યુનાઇટેડ નર્સિંગ ફોરમની અગાઉની પોતાની પડતર 15 જેટલી માગણીઓને લઈને કોઈપણ સમાધાન નહીં આવતાં ફરી નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આગામી 17 મે સુધી આ આ પ્રકારે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવામાં આવનાર છે જો 17મી સુધી કોઈ માગણી નહીં સંતોષાય તો નર્સિંગ સ્ટાફ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જોકે, આ અંગે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, તબીબો પ્રત્યે સરકાર હકારાત્મક છે. તેઓ વિરોધ પ્રદર્શનનું હથિયાર ન ઉગામે. તેઓ પોતાનું સેવાકીય કામ ચાલુ રાખે.

‘નર્સ સાથે સતત અન્યાય થયો છે’: નર્સ દ્વારા લખયેલા પત્ર પ્રમાણે, તેઓ સતત કોરોનાનાં સમયમાં દિવસ રાત નોકરી કરે છે. તેઓ અનેક વખત સંક્રમિત થયા છે. તેના લીધે કેટલીક નર્સે પણ પોતાનો જીવ ગુમાવી દીધા છે. ત્યારે તેમની સાથે સતત અન્યાય થઈ રહ્યો છે. જેને તાત્કાલિક ન્યાય મળે અને તેમની માંગ સંતોષવામાં આવે. રાજ્ય સરકારને અનેક રજૂઆતો બાદ પણ નર્સીસ પ્રત્યે ઉદાસીન અને ઉપેક્ષિત વલણ દાખવવાના પરિણામે હવે નર્સો આંદોલનનું શસ્ત્ર ઉગામવા જઈ રહ્યા છે.

શું છે નર્સોની માગણીઓ?: નર્સોની માંગણીઓ છે કે, તેમને ગ્રેડ પે રૂ.4200 અને ખાસ ભથ્થાઓ રૂ.9600 પ્રતિ માસ ચૂકવાય. સાથે જ આઉટ સોર્સિંગથી ભરતી બંધ કરીને રૂ.35000 માસિક પગાર ચૂકવાય. નર્સિંગ સ્ટુડન્ટ્સમાં ડીપ્લોમા દરમિયાન રૂ. 15000 પ્રતિ માસ સ્ટાઈપેન્ડ અપાય અને ડિગ્રી અભ્યાસમાં (બેઝિક BSC) ફાઈનલ વર્ષમાં ઈન્ટર્નશીપ દરમિયાન રૂ. 18000 પ્રતિ માસ ચૂકવાય. નર્સોને બે ઉચ્ચતર પગાર ધોરણને બદલે શિક્ષકોની જેમ 10-20-30 વર્ષે ત્રણ ઉચ્ચતર પગાર અપાય. રાજ્યમાં નર્સીસની ખાલી પડેલી લગભગ 4000 જગ્યા તાત્કાલિક ધોરણે ભરીને હાલની અછત દૂર કરાય.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો