વાંકાનેર: 10 જીવતા કારતુસ સહિત રૂપિયા 21500નો મુદ્દામાલ કબજે કરતી પોલીસ : હથિયાર સપ્લાયર પણ સકંજામાં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-05-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે નવા ઢુંવા ગામેથી એક શખ્સને પિસ્તોલ, જીવતા કારતુસ અને મેગજીન સાથે ઝડપી લઈ આ શખ્સને હથિયાર સપ્લાય કરનાર ઇસમને પણ સકંજામાં લઈ લીધો છે.

 વાંકાનેર તાલુકા પીએસઆઇ આર.પી. જાડેજા, ઢુવા પોલીસ ચોકી ઇન્ચાર્જ પોલીસ હેડ કોન્સ.જશપાલસિંહ ઝાલા, સર્વેલન્સ પો,હેડ કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા તથા પો.કોન્સ.હરીચન્દ્રસિંહ નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીને આધારે નવા ઢુંવા ગામના ઝાપા પાસેથી આરોપી અશોકભાઇ રતીલાલ અણીયારીયા, ઉ.30, રહે.નવા ઢુવા રામજી મંદીર પાસે વાળાને ગેરકાયદે પીસ્તલ નંગ-1 કી.રૂ.10,000, જીવતા કારતુસ નંગ.10 કી.રૂ.1000,તથા મેગઝીન નંગ-1 કી.રૂ.૫૦૦ મળી કુલ 21500ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો.
વધુમાં આ હથિયાર આરોપીએ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ કારખાનામાં રહેતા અવધેષ ગૌરીશંકરરાય નામના શખ્સ પાસેથી વેચાણથી લીધેલ હોવાનું જણાવતા વાંકાનેર તાલુકા પોલીસ ટીમે સપ્લાયર અવધેષને સકંજામાં લઈ કોવીડ-૧૯ નો રીપોર્ટ કરાવવા તજવીજ હાથ ધરેલ છે.

આ સફળ કામગીરી વાંકાનેર તાલુકા પીએસઆઇ આર.પી.જાડેજા, પો.હેડ કોન્સ.જશપાલસિંહ ઝાલા,મેહુલભાઇ ઠાકર, મયુરધ્વજસિંહ જાડેજા, હરીશચન્દ્રસિંહ ઝાલા,જગદીશભાઇ ગાબુ, સંજયસિંહ જાડેજા અને શિવરાજસિંહ વાળા સહિતનાઓએ કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો