બાળકો માટે સ્વદેશી વેક્સિન તૈયાર

ભારત બાયોટેકની રસીને એકસપર્ટ પેનલની લીલીઝંડી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-05-2021

કેનેડા અને અમેરિકા પછી ભારતમાં પણ 2થી 18 વર્ષના એજ ગ્રુપ માટે કોરોનાની સ્વદેશી વેક્સિન તૈયાર થઈ જશે. અધિકારિક સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ ડ્રગ્સ ક્ધટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (એસઇસી)એ મંગળવારે 2 થી 18 વર્ષની ઉંમરવાળાઓ પર ભારત બાયોટેકની કોવેક્સિનના સેકન્ડ અને થર્ડ ટ્રાયલની મંજૂરી આપી દીધી છે.

આ ટ્રાયલ એઇમ્સ દિલ્હી, એઇમ્સ પટના અને મેડિટ્રિન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ નાગપુરમાં 525 બાળકો પર કરવામાં આવશે. સબ્જેક્ટ એક્સપર્ટ્સ કમિટીએ મંગળવારે હૈદરાબાદમાં ભારત બાયોટેકના પ્રસ્તાવ પર વિચાર કર્યો.

ડેટા મોનિટરિંગ બોર્ડને આપવો પડશે બીજા ફેઝનો ટ્રાયલ ડેટા સૂત્રોના જણાવ્યા મુજબ એક્સપર્ટ્સ કમિટીએ કંપનીને ત્રીજા ફેઝના ટ્રાયલ માટે સીડીએસસીઓ પાસેથી અનુમતિ લેતા પહેલા ડેટા એન્ડ સેફ્ટી મોનિટરિંગ બોર્ડને બીજા ફેઝના સુરક્ષા ડેટા ઉપલબ્ધ કરવવાના નિર્દેશ આપ્યા છે. આ પહેલા 24 ફેબ્રુઆરીએ થયેલી બેઠકમાં પ્રસ્તાવ પર ચર્ચા-વિચારણ કરવામાં આવી હતી અને ભારત બાયોટેકને રિવાઈઝ્ડ ક્લિનિકલ ટ્રાયલ પ્રોટોકોલ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઇસીએમઆર)ના સહયોગથી ભારત બાયોટેક દ્વારા સ્વદેશી રૂપથી વિકસિત કોવેક્સિન રસીનો ઉપયોગ દેશમાં વેક્સિનેશન પ્રોગ્રામ માટે 18+ માટે કરાઈ રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો