ચેક બાઉન્સમાં ફોજદારી થશે જ: કેન્દ્રનો નિર્ણય

આ પ્રકારના અપરાધને બિનફોજદારી ગણવાની ભલામણ કેન્દ્રએ નકારી: પોલીસ અને અદાલતી કાર્યવાહી ઝડપી થાય તેના વિકલ્પો ચકાસાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-05-2021

દેશની અદાલતોમાં ચેક બાઉન્સ કેસોમાં થયેલો ભરાવો દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આ પ્રકારના કેસોમાં ફોજદારી કાર્યવાહીના બદલે અન્ય કોઈ વૈકલ્પિક કાર્યવાહી અપનાવવાની કરેલી દરખાસ્ત કેન્દ્ર સરકારે સ્વીકારી નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા ચેક બાઉન્સના કેસોને ફોજદારી પ્રક્રિયામાંથી બાકાત કરવા અને નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138માં જે રીતે ચેક બાઉન્સમાં પોલીસ અને અદાલતી કાર્યવાહી થાય છે તને બદલે વૈકલ્પિક કાર્યવાહી માટે અથવા તો આ પ્રકારના કેસનો નિકાલ લાવવા કોઈ ઝડપી પદ્ધતિ અપનાવવા જણાવાયું હતું. પરંતુ સરકાર માને છે કે ચેક બાઉન્સ એ એક આર્થિક અપરાધ છે અને તેમાં ફોજદારી કાર્યવાહી થાય તો જ નાણાંકીય વ્યવસ્થા જળવાઈ રહેશે.હવે સરકાર પોતાનો આ અભિપ્રાય સુપ્રીમ કોર્ટને આપશે અને ચેક બાઉન્સની કાર્યવાહી કેટલી ઝડપી બને અને અદાલતી પ્રક્રિયા પણ તાત્કાલીક પુરી થાય તે માટેના વિકલ્પો માંગશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો