હોમ ટુ હોમ વેકસીનેશન શકય નથી : કેન્દ્ર સરકારને સુપ્રિમનો જવાબ

વેકસીન કાર્યક્રમમાં 30 મિનીટનું મોનીટરીંગ અને વેકસીનને ચોકકસ તાપમાન હેઠળ રાખવી જરૂરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-05-2021

દેશમાં કોરોના વેકસીનેશનનો પ્રારંભ થયો છે અને એક તરફ 18 થી 44 વર્ષના લોકોને રજીસ્ટ્રેશન સાથે અને 4પ થી ઉપરના તમામને વોક ઇન વેકસીનેશનની સુવીધા આપવામાં આવે છે ત્યારે હવે લોકોને ઘરે ઘરે જઇને વેકસીન આપવાના સુચનનુ કેન્દ્ર સરકારે સ્વીકારવા ઇન્કાર કર્યો છે અને જણાવ્યુ છે કે હોમ ટુ હોમ વેકસીનેશન એ તર્ક સંગત વાત નથી. સુપ્રીમ કોર્ટમાં આ પ્રકારની એક જાહેર હીતની અરજી થઇ હતી

જેમાં સરકારે પોતાના સોગંદનામાથી ઘરે ઘરે વેકસીન આપવાના કાર્યક્રમનો ઇન્કાર કર્યો છે અને જણાવ્યુ છે કે દેશના દરેક લોકોને વેકસીન મળી રહે તે માટે સરકાર ભવિષ્યમાં ટ્રાન્સપોર્ટ મથક અને રેલ્વે સ્ટેશન સહીતના વિસ્તારોમાં વેકસીનેશનની યોજના કરી છે. લોકોને ઓછામાં ઓછા અંતરે જઇને વેકસીન લેવાની સુવીધા રહે તે સુનિશ્ર્ચિત કરાઇ રહયુ છે. હાલ જે રજીસ્ટ્રેશન સાથેનો વેકસીનેશન પ્રોગ્રામ છે

તે પીન કોડ આધારીત છે અને વેકસીનેશન બાદ 30 મે સુધી જે તે વ્યકિતને તબીબી નજર હેઠળ રાખવો એ પ્રોટોકોલ છે. દરેક ઘરમાં આ શકય નથી. તેથી વેકસીનેશન માટે જે તે વ્યકિત નજીકમાં કેન્દ્રોમાં આવે તે જરુરી છે. ઉપરાંત વેકસીન એ નિશ્ર્ચિત તાપમાનમાં રાખવાની હોય છે. અને વેકસીન કેરીયરમાં તે સુવીધા જળવાય નહીં તેવી શકયતા છે અને તેના કારણે વેકસીનની ખોટી અસર પણ થઇ શકે છે. આથી હાલ ઘરે ઘરે જઇને વેકસીન આપવાનો કાર્યક્રમ વીચારણાને પાત્ર નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો