આ ગતિએ તો રસીકરણ ત્રણ વર્ષે માંડ પૂરું થશે!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-05-2021

દેશમાં 18 વર્ષથી વધુ વયનાં લોકો માટે રસીકરણ અભિયાનની શરૂઆત થવા સાથે જ રસી મેળવવા માટે લાભાર્થીઓની નોંધણી ઝડપભેર વધી રહી છે. તેની સામે જેટલા લોકોને રસી મળી રહી છે તેની સંખ્યા ખૂબ જ ઓછી છે. જેનાં હિસાબે નોંધણી અને વાસ્તવિક રસીકરણનાં આંકડા વચ્ચેનું અંતર પણ ખૂબ જ વધી રહ્યું છે. આ ગતિએ જ રસીકરણ ચાલે તો 3 વર્ષ લાગી જશે સમગ્ર વસ્તીનાં રસીકરણમાં. દેશમાં અત્યાર સુધીમાં કુલ 17 કરોડ રસીનાં ડોઝ અપાઈ ગયા છે.

આજે સવારે 7 વાગ્યા સુધીનાં સત્તાવાર આંકડા અનુસાર દેશમાં 170176603 રસીનાં ડોઝ લગાવી દેવામાં આવ્યા હતાં. જેમાંથી 13 કરોડ 44 લાખ જેટલા લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે. જ્યારે 3 કરોડ પ7 લાખ લોકોને રસીનાં બન્ને ડોઝ મળેલા છે.

દેશમાં 1થી 7મી મે વચ્ચે કુલ મળીને 2.42 કરોડ લોકોએ કોવિન ઉપર રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અત્યાર સુધીમાં તેનાં ઉપર 19 કરોડથી વધુ લોકોનાં નામની નોંધણી થઈ ગઈ છે. તેની સામે 1-7 મે વચ્ચે રોજ સરેરાશ 16.6 લાખ રસીનાં ડોઝ અપાયા હતાં. તેની સામે એપ્રિલનાં આરંભમાં આ દૈનિક સરેરાશ 40 લાખ ડોઝ જેટલી હતી. રસીકરણ જેટલી ઝડપે ચાલી રહ્યું છે તે મુજબ અત્યાર સુધીમાં થયેલા રજિસ્ટ્રેશનનું કામ પણ પૂરું કરવામાં ત્રણ માસ કરતાં વધુ સમય લાગી જશે.થ અત્યારે જે ધીમી ગતિએ રોજ 17 લાખ લોકોનું રસીકરણ થાય છે તે હિસાબે તો દેશની સમગ્ર આબાદીનાં રસીકરણ માટે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો