મોરબી યુવા આર્મી ગ્રુપ દ્વારા કોરોના દર્દીઓ માટે તરબૂચ જ્યુસ અને લીંબુ શરબતનું વિતરણ કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-05-2021

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી શહેરમાં કોરોનાની કપરી સ્થિતિમાં પણ મોરબીનુ યુવા આર્મી ગ્રુપ ખાડે પગે રહી લોકોની ખરા અર્થમાં સેવા કરી રહ્યું છે. કોરોના દર્દીઓને જો લીંબુ સરબત અથવા જ્યુસ આપવામાં આવે તો  ઇમ્યુનીટી મજબૂત બને છે જે તેને કોરોના સામે લાદવામાં સહાયક બને છે જેથી યુવા રમી ગ્રુપ મોરબી દ્વારા આજે મોરબીની વિવિધ હોસ્પિટલોમાં કોરોનની સારવાર લઇ રહેલા તમામ દર્દીઓને વિના મુલ્યે પોતાના ગ્રુપ દ્વારા બનાવેલ તરબૂચનો જ્યુસ અને લીંબુ શરબતનું વિતરણ કર્યું હતું. ઉપરાંત પણ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ આ ગ્રુપ દ્વારા થઇ રહી છે. કોરોનાના કપરા સમયે ખરા સમયે મદદરૂપ થનાર સૌ કોઈ લોકોને તથા સૌ કોઈ સેવાભાઇ ગ્રુપ કે સંસ્થો ધન્યવાદને પાત્ર છે દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર સૌને અભિનંદ પાઠવે છે. 

 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો