મોરબી: એક્ટિવ સેવા ગ્રુપ દ્વારા મોરબી જિલ્લા અને શહેરમાં લિંબુ સરબત નું વિતરણ કરવામાં આવ્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-05-2021

મોરબી એક્ટિવ સેવા ગ્રુપ દ્વારા મોરબી જિલ્લા માં 1000 કિલો થી વધુ રાહત દરે લીબું નું વિતરણ કરવામાં આવ્યું હતું અને જરૂરિયાત મંદ વાળા લોકો ને નીશુલ્કમાં લીંબુ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને મીથેલીન બ્લુ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું  મોરબી જીલ્લાના સમગ્ર કોવીડ કેર સેન્ટર માં સરકારી અને ખાનગી હોસ્પિટલ માં પણ લીંબુ સરબત બોટલ પેકિંગ માં વિતરણ કરવા માં આવ્યું હતું આગામી દિવસોમાં હજુ ઘણી બધી નાની મોટી સેવા ચાલુ કરી રહ્યા છે એવું એલીશ ઝાલરિયા અને એ.ડી દ્વારા જણાવવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લા ના બધા મિત્રો ને એક્ટિવ સેવા ગ્રુપ દ્વારા સેવા નો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે એક્ટિવ સેવા ગ્રુપ મોરબી દ્વારા આવનારા દિવસોમાં એક્ટિવ સેવા ગ્રુપ ના યુવા લીડર એલિશ ઝાલરિયા અને એ.ડીના માર્ગદર્શન હેઠળ આ સેવા નિરંતર ચાલુ રાખવામાં આવશે તેવું યાદીમાં જણાવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો