મોરબીમાં અબુધાબી સ્વામિનારાયણ મંદિર દ્વારા આઠ મેટ્રીક ટન ઓક્સિજનની સહાય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-05-2021

હાલમાં કોરોનમાં લોકોના ઑક્સીજન ન મળે તેવી સ્થિતિ ઊભી થઈ હતી ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અબુધાબી મંદિરથી રાહત સામગ્રી ગુજરાતમાં મોકલાવવામાં આવી છે તેમાં 44 મેટ્રિક ટન ભરેલી બે ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કનો સમાવેશ થાય છે. અને તેમાથી મોરબી સિવિલને 8 મેટ્રિક ટન લિકવિડ ઓક્સિજનનો જથ્થો બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા આપવામાં આવેલ છે.

બી.એ.પી.એસ. અબુધાબી સ્વામિનારાયણ મંદિર દ્વારા જુદાજુદા જીલ્લામાં લિકવીડ ઑક્સીજન આપવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લાની સિવિલને 8 મેટ્રિક ટન લિકવિડ ઓક્સિજનનો જથ્થો બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા આપવામાં આવેલ છે તે ઉપરાંત ગુરુ ગોબિન્દસિંહ જનરલ હોસ્પિટલ-જામનગર, સિવિલ હોસ્પિટલ-પાલનપુર, ૠખઊછજ હોસ્પિટલ-પાટણ, અને યોગીજી મહારાજ હોસ્પિટલ-અમદાવાદ વગેરે હોસ્પિટલોમાં નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. આ તકે અધિક કલેકટર કેતનભાઈ જોષી,માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, હરિસ્મરણ સ્વામી અને મંગલપ્રકાશ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન મુજબ સંસ્થાના સંતો અને સ્વયંસેવકો તેમજ દાતાઓ અને સહયોગીઓના પુરુષાર્થથી આ સંભવિત બન્યું છે સંસ્થાની આ સેવા પ્રવૃત્તિઓમાં મહેશ ટોની પટેલ, નીલેશ વેદ, દીપક મહેતા, રમેશ રામક્રિશ્નન વગેરેએ 2000 કિમી. દૂર ભારત ખાતે ઓક્સિજન પહોંચાડવાની કાર્યવાહીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો