કોરોનામાં તમે આ દવાઓ ચણા-મમરાની જેમ ખાતા હોવ તો બંધ કરી દેજો, ગુજરાતના ટૉચના ડૉક્ટરની મહત્વની સલાહ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-05-2021

ગુજરાતમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ સંપૂર્ણ રીતે સંક્રમણનો નાશ થયો નથી. બીજી લહેરમાં સૌથી વધુ ગામડાઓને અસર થઈ રહી છે. જેને લઈ સરકારે અગાઉ ટાસ્ક ફોર્સનું ગઠન કરી દીધું હતું. ત્યારે સરકાર હવે ટાસ્ક ફોર્સની મદદથી ગામડાઓમાં સંક્રમણ ઘટાડવાના પ્રયાસ કરશે. જેને લઈ આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટી અને ટાસ્ક ફોર્સની સંયુક્ત બેઠક મળી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગામડાઓમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ વધારવાના મુદ્દે વિશેષ ચર્ચાઓ થઈ હતી. સાથે આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેરમાં આગોતરા પગલા પર પણ ચર્ચા થઈ હતી.

તબીબોએ કહ્યું કે, દર્દીઓ લક્ષણોના આધારે RT-PCR ટેસ્ટ કરાવે છે. પરંતુ પોઝિટીવ દર્દીને જો કોઈ ખાસ લક્ષણ જોવા મળતા નથી. તો હોસ્પિટલમાં દાખલ થવા જેવી સારવાર તરફ ભાગવું જોઈએ નહીં. કોવિડ પોઝિટીવ દર્દીમાંથી માત્ર 20 ટકા દર્દીને હોસ્પિટલમાં સારવારની જરૂર પડે છે. અન્ય દર્દીઓની સારવાર દવાના આધારે ઘરે પણ સારવાર કરી શકાય છે. સાથે તજજ્ઞોએ કહ્યું કે, કોરોના પોઝિટીવ દર્દીઓને જરૂરી દવાઓનો જ ઉપયોગ કરવા સૂચન કરાશે. અનેક બીનજરૂરી હાઈપાવરની દવાથી આડ અસર પણ પડી શકે છે. 

રેમડેસિવિર ઈન્જેક્શન અંગે તબીબોનું સૂચન: રેમડેસિવિર અંગે તબીબોએ કહ્યું કે,રેમડેસિવિર લાઈફ સેવિંગ દવા નથી. કોઈ રિસર્ચમાં દવાથી જીવ બચી શકાય તેવું પૂરવાર થયું નથી. પરંતુ રેમડેસિવિરનો ફાયદોએ છે કે, દર્દીઓના સારવારનો સમય ઘટાડી શકાય છે. અને હોસ્પિટલમાં દર્દીઓનું રોકાણ ઘટાડી શકાય છે. સાથે તબીબોએ કહ્યું કે, બીમારીની શરૂઆતમાં સ્ટિરોઈડના ડોઝથી નેચરલ કોર્સને નુકસાન થાય છે. પરંતુ તબીબોએ કહ્યું કે, સ્ટીરોઈડનો ઉપયોગ બીજા તબક્કામાં કરવો જોઈએ. અને મ્યુકોર્માઇકોસિસ થવાનું એક કારણ સ્ટીરોઈડના હાઈડોઝ પણ દર્શાવ્યું છે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ બેઠક અંગે આપી માહિતી: સરકારની કોર કમિટી અને ટાસ્ક ફોર્સ વચ્ચેની બેઠક અંગે અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે, ગામડાઓમાં બેડ વધારવા, વેક્સિનેશન, સારવારની સુવિધાઓ વધારવાની કામગીરી કરવામાં આવશે. સાથે આજની બેઠકમાં ચર્ચા કરાયેલા મુદ્દા પર 3 દિવસમાં વિસ્તૃત કામગીરી પર ધ્યાન અપાશે. સાથે જયંતિ રવિએ કહ્યું કે, મારું ગામ કોરોના મુક્ત અભિયાન દ્વારા ગામડાઓમાં કોરોનાના સંક્રમણ ઘટાડવા માટે કાર્યરત છે. કોર કમિટી અને ટાસ્ક ફોર્સની સંયુક્ત બેઠકમાં તજજ્ઞોના મંતવ્યો પણ લેવામાં આવ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો