મોરબીની એસબીઆઈમાં ઓનલાઈન છેતરપીંડી કરનાર એક આરોપીની ધરપકડ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-05-2021

મોરબી શહેરના પરાબજાર વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેન્કની સાથે ઓન લાઈન કમ્પ્લેઇનનો દુર ઉપયોગ કરીને છેતરીપિંડી કરવામાં આવી હતી અને આરોપીએ કુલ મળીને 7.61 લાખની છેતરપીંડી કરી હતી જેથી 16 મહિના પહેલા આ અંગેની બેન્કના મેનજર દ્વારા મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ટેકનિકલ મધ્યમથી તપાસ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે મોરબીમાં થોડા સમય પહેલા ઓનલાઇન ફ્રોડના બનાવો ઘણા બનાયા હતા જો કે, જે તે સમયે બેન્કની ઓનલાઇન ફરિયાદ કરવાની સુવિધાનો જ દુર ઉપયોગ કરીને બેન્કની સાથે છેતરપીંડી કરવામાં આવી હોય તેવી ફરિયાદ નોંધાવવામાં આવી હતી મોરબી શહેરના પરાબજાર વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેન્કના મેનેજેર અને સિરામિક સિટીમાં રહેતા પરમીવૈકટ શ્રીરામકૃષ્ણ દ્વારા જાન્યુઆરી 2020માં મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી હતી જેમાં તેમને લખાવ્યું છે કે, જુદીજુદી બેન્કના ગ્રાહકો દ્વારા તેના એટીએમ કાર્ડ મારફતે બેન્કના એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા તો પણ ઓનલાઇન ફરિયાદ કરવાની સુવિધાનો દુર ઉપયોગ કરીને તેમને રૂપિયા મશીનમાંથી મળ્યા નથી તેવું કહીને બેન્કમાંથી બીજી વખત રૂપિયા લીધા હતા જેથી કરીને આવા ગ્રાહકોની સામે 7.61 લાખની છેતરપીંડી કરવામાં આવી હોવાની ફરિયાદ કરેલી હતી માટે પોલીસે ગુનો નોંધીને આગળની તપસ હાથધરી હતી

વધુમાં એવું પણ જાણવા મળ્યું હતું કે, વર્ષ 2019ના 9 અને 10 માં મહિના દરમ્યાન એક કે બે નહિ પરંતુ 19 જેટલા પરપ્રાંતીય ગ્રાહકો દ્વારા એટીએમ કાર્ડ મારફતે બેન્કના એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા અને એટીએમ કાર્ડ મારફતે બેન્કના એટીએમ મશીનમાંથી રૂપિયા કાઢી લેવામાં આવ્યા હતા ત્યાર બાદ તેને રૂપિયા નથી મળ્યા તેવી ખોટી ઓન લાઈન ફરિયાદ કરવામાં આવી હતી જેથી કરીને બેંક દ્વારા તે ગ્રાહકોની બીજી વખત રૂપિયા આપી દેવામાં આવ્યા હતા જો કે, ગ્રાહકો ખોટું બોલીને વધુ રૂપિયા લઇ ગયા હોવાથી છેતરપીંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ફારીયાદના આધારે તપાસ કરીને પોલીસે રાકેશ ઉદયભાઈ પરશુરામ નિશાદ (26) રહે, બોટાદ ગઢડા રોડ શિવપરા વાળાની ધરપકડ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ આરોપી પાણી પુરીનો ધંધો કરેલ છે અને તેને આ પ્રકારનો ગુનો બોટાદમાં આચરેલ છે અને ત્યાંની પોલીસે તેની ધરપકડ કરી હતી ત્યારે તેને મોરબીમાં પણ આવી જ રીતે છેતરીપિંડી કરી હોવાની કબૂલાત આપી હતી જેથી કરીને મોરબી પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીનો કબ્જો લઈને ધરપકડ કરેલ છે આ કેસની તપાસ વી.જી.જેઠવા, રાઇટર કિશોરભાઇ મિયાત્રા ચલાવી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો