સોનામાં ફરજિયાત હૉલમાર્કનો અમલ મોકૂફ

દેશભરના 5 લાખ જેટલા ઝવેરીઓને બોમ્બે હાઈકોર્ટે આપી સૌથી મોટી રાહત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-05-2021

બ્યુરોે ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસ (બીઆઇએસ)ને સોનાના આભૂષણો પર ફરજિયાત હોલમાર્ક અમલી બનાવવાનો નિર્ણય મોકૂફ રાખવા વચગાળાનો આદેશ અપાયો હોવાથી દેશભરના ઝવેરીઓને મોટી રાહ મળી છે. દેશની સર્વોચ્ચ સંસ્થાએ પણ એવી અપીલ કરી હતી કે ઉદ્યોગ હોલમાર્કિંગની તરફેણમાં છે, પરંતુ એ માટે માળખાકીય સવલતોનો ખૂબ જ અભાવ છે. અનેક જિલ્લામાં હોલમાર્કિંગ કેન્દ્રો જ નથી. ભારતના ઝવેરીઓને હોલમાર્કિંગના ફરજિયાત અમલ સંદર્ભે મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે સાતમી મે 2021ના રોજ વચગાળાનો આદેશ પસાર કરીને ઓલ ઇન્ડિયા જેમ અને જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (જીજેસી) દ્વારા દાખલ કરેલી રિટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવને કારણે બીઆઈએસના નિયમોનું પાલન ન કરી શકે તેવા ઝવેરીઓ પર બીઆઈએસને કોઈ પણ કોએર્શિવ (બળજબરી જેવા) પગલાં ટાળવાનો આદેશં આપ્યો છે.

અદાલતમાં રજુ કરાયેલી દલીલ અનુસાર નવું નિયમન પહેલી જૂન, 2021થી સોનાના દાગીનાના સંગ્રહ અથવા વેચાણ પહેલા તેનું હોલમાર્કિંગ ફરજિયાત બનાવે છે, જેના અમલના પરિણામે ભારતમાં લાખો ઝવેરીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને તેમની સંખ્યા 5ાંચ લાખ હોવાનું જણાવાયું છે. વધુ દલીલ એ છે કે ભારતમાં ઝવેરીઓની આટલી સંખ્યા સામે, પાના નંબર 211 પર આપેલા ચાર્ટ મુજબ ભારતમાં ઉપલબ્ધ હોલમાર્કિંગ કેન્દ્રોની ટકાવારી લગભગ 34 ટકા છે અને ઓછામાં ઓછા 488 એવા જિલ્લાઓ છે, જેમાં કોઈ હોલમાર્કિંગ કેન્દ્રો નથી. આગળ એવી રજૂઆત કરવામાં આવી છે કે, ઝવેરાતના લગભગ છ હજાર કરોડ નંગ છે, જેને હોલમાર્ક કરવાની જરૂર છે. જો ભારતીય માનક બ્યુરો અધિનિયમ, 201 2016 (બીઆઈએસ એક્ટ)ની કલમ 14 અને 15 હેઠળ સૂચવાયેલી જોગવાઇ અનુસાર કાયદાનો કોઈપણ રીતે ભંગ થાય, તો કલમ 29 હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલા ગુના માટે દર્શાવાયેલો દંડ લાગુ થશે. બીઆઈએસ અધિનિયમ, 2016 અનુસાર આવા કેસમાં મહત્તમ એક વર્ષની કેદની સજાની જોગવાઇ છે.

આ સંદર્ભે જીજેસી વતી એવી રજૂઆત પણ કરવામાં આવી છે કે ઉપલબ્ધ સમય મર્યાદાની અંદર અને કાયદાની આ જોગવાઈઓ અમલમાં આવે તે પહેલાં, બધા ઝવેરીઓ માટે અને ઝવેરાત ઉપલબ્ધ દરેક નંગનું હોલમાર્ક કરાવી શકાય તે શક્ય નથી. આ ઉપરાંત હાલના કોવિડને કારણે લદાયેલા પ્રતિબંધોને લીધે બીજી સમસ્યાઓ પણ ઊભી થાય છે, આ નિયંત્રણો વ્યક્તિને એક જિલ્લાથી બીજા જિલ્લામાં મુસાફરી કરતા અવરોધે છે અને એવા ઘણા જિલ્લાઓ છે જેમાં કોઈ હોલમાર્કિંગ કેન્દ્રો નથી. ઉપરોક્ત બાબતો ધ્યાનમાં લેતા અદાલત દ્વારા 14 જૂન 2021ના રોજ રિટર્નેબલ ધોરણે પ્રતિવાદીઓને નોટિસ આપવામાં આવી અને એવો નિર્દેશ આપીએ છીએ કે જ્વેલર્સ સામે બીઆઈએસ એક્ટ, 2016ની કલમ 29 (2) હેઠળ આગામી તારીખ સુધી કોઈ જબરદસ્તીના પગલા લેવામાં ના આવે.

14 જૂન સુધી નો-ટેન્શન: જીજેસીના અધ્યક્ષ આશિષ પેઠે જણાવ્યું હતું કે, જ્વેલર્સને મળતી માળખાકીય સુવિધાઓ અને મુશ્કેલીઓનો અભાવ હોવાના મુદ્દાઓની ગંભીરતાને કોર્ટ સમજી શકે છે, કોર્ટે ચુકાદો આપ્યો છે કે, જ્વેલર્સ સામે બીઆઈએસ એક્ટ 2016ની કલમ 29 (2) હેઠળ કોઈ જબરદસ્તીના પગલા લેવામાં આવશે નહીં તેમ જ સરકાર કોઈપણ ઝવેરીને કોઈપણ ડિફોલ્ટ માટે કેદ કરી શકશે નહીં અથવા કોઈપણ દંડ વસૂલ કરી શકશે નહીં. હા, 14 મી જૂન 2021ના રોજ આ સુનાવણી ફરીથી થશે નહીં ત્યાં સુધી આ હુકમ એક વચગાળાનો હુકમ છે,પરંતુ અમને લાગે છે કે બીઆઈએસ આદેશની ગંભીરતા પર ધ્યાન આપશે અને અદાલતે જે અંગુલીનિર્દશ કયો4 છે તે પ્રમાણે સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે અને ત્યાં સુધી હોલમાર્કિંગને ફરજિયાત બનાવવાનો આદેશ મુલતવી રાખશે. ઉદ્યોગ જાતે વાજબી ધોરણે હોલમાર્કિંગની તરફેણમાં છે.

જીજેસીના ડિરેક્ટર અને રિટ અરજીમાં જીજેસીનું પ્રતિનિધિત્વ કરનાર શ્રી દિનેશ જૈને એવી ટિપ્પણી કરી હતી કે, રીટ મેરિટ પર દાખલ કરવામાં આવી છે અને બીઆઈએસ અને તમામ પ્રતિવાદીઓને નોટિસ પાઠવવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો