Instagram યુઝર્સ સામે નવી મુશ્કેલી, આપોઆપ delete થઈ રહી છે સ્ટોરીઝ, જાણો શું છે કારણ?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-05-2021

યુઝર્સે કરેલી પોસ્ટ એકાએક ગાયબ થઈ જતી હોવાની ફરિયાદ ઉઠી છે. અલબત્ત ઇન્સ્ટાગ્રામને પણ આ બાબતે જાણકારી છે. કંપનીનું કહેવું છે કે, પોસ્ટ ડીલીટ થઈ જવા પાછળ એક બગ જવાબદાર હતું.

સોશિયલ મીડિયા (social media) પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામના (Instagram) યુઝર્સને વિચિત્ર પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યુઝર્સે કરેલી પોસ્ટ એકાએક ગાયબ થઈ જતી હોવાની ફરિયાદ ઉઠી છે. અલબત્ત ઇન્સ્ટાગ્રામને પણ આ બાબતે જાણકારી છે. કંપનીનું કહેવું છે કે, પોસ્ટ ડીલીટ (post delete) થઈ જવા પાછળ એક બગ જવાબદાર હતું. જેને હવે ફિક્સ કરી દેવાયું છે. આ બગના (Bug) કારણે પોસ્ટ, સ્ટોરેજ અને હાઈલાઈટ પણ આપોઆપ ગાયબ થતી હતી. આવું બગના લીધે થતું હોવાનું કંપનીના ચીફ એડમ મોસેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કેટલાક કાર્યકર્તાઓ ગુમ થયેલી મહિલાઓ અંગે જાગૃતિ લાવવા માટે અભિયાન ચલાવવાનો પ્રયત્ન કરતા હતા. તે સમયે ઇન્સ્ટાગ્રામમાં આ ગડબડ ઊભી થઈ હતી. ઇન્સ્ટાગ્રામે કહ્યું કે, તકનીકી સમસ્યા કોઈ પણ વિષય અથવા સ્થળ સાથે સંબંધિત નહતી, પરંતુ તેની અસરથી વિશ્વમાં અનેક લોકો સમસ્યાથી પ્રભાવિત હતા.

કંપનીએ આ નિવેદનમાં ભારતનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ દેશમાં અનેક કાર્યકર્તાઓએ ઇન્સ્ટાગ્રામ પર covid-19 સંબંધિત અપડેટને લઈને આ સમસ્યાનો ઉલ્લેખ કર્યો છે. ઇન્સ્ટાગ્રામમાં જોવા મળેલા આ કથિત બગથી ભારતીય યુઝર્સ કેટલા પ્રભાવિત છે કે કેમ તે સ્પષ્ટ થયું નથી.

ફીડ ફરીથી શેર કરી દેવાયા: બગના કારણે ગુમ થઈ જનાર સ્ટોરેજ અને અપડેટને ફરીથી ફીડ કરીને શેર કરવામાં આવ્યા હોવાનું ઇન્સ્ટાગ્રામે ટ્વિટના માધ્યમથી કહ્યું હતું. આ બગના કારણે અમેરિકા અને બ્રાઝિલના યુઝર્સને સૌથી વધુ અસર થઈ હતી. ખાસ કરીને કોલમ્બિયા અને પૂર્વીય યેરૂશલમના લોકોને તેમનો અવાજ અને કિસ્સા કચડી નાખવા આવું કરવામાં આવ્યું હોવાનું લાગ્યું હતું. પરંતુ ઇન્સ્ટાગ્રામનું કહેવું છે કે, તેમનો ઈરાદો આવો નહોતો.

એડમ મોસેરીએ ટ્વિટ પર પણ કહ્યું કે, ટેક્નિકલ ક્ષતિના કારણે વિશ્વના લાખો લોકોની સ્ટોરી, પોસ્ટ,હાઈલાઇટને અસર થઈ હતી. તેમનું કહેવું છે કે, ફેસબુકની માલિકીની ઇન્સ્ટાગ્રામએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામગ્રી અથવા હેશટેગના કારણે તેમની પોસ્ટ્સ ડીલીટ કરી નાખી હોવાનું ઘણા લોકોને લાગ્યું. જોકે બગ કોઈ પણ વિષય સાથે સંબંધિત નહોતું, તેવું તેમણે ફરી કહ્યું હતું.

ભારતમાં યુઝર્સે આવો આરોપ લગાવ્યો: ઇન્સ્ટાગ્રામ પર ભારતીય યુઝર્સને છેલ્લા કેટલાક દિવસોથી સ્ટોરી, પોસ્ટ્સ અને હાઇલાઇટ્સમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે ઇન્સ્ટાગ્રામ દ્વારા બગની જાણ કરવામાં આવી હતી. યુઝર્સનું કહેવું છે કે, Covid 19થી સંબંધિત સ્ટોરીઝ અન્ય પોસ્ટ્સ દૂર કરવામાં આવી હતી. ભારતમાં મહામારી ગંભીર સ્થિતિએ પહોંચી છે. દેશમાં દરરોજ 3000થી વધુ મોત થઈ રહ્યા છે. એકતરફ ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર Covid 19 મામલે સરકારની ટીકા કરવા માટે યુઝર્સના એકાઉન્ટ્સ પર રોક લગાવવામાં આવતી હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે આ બગ અસ્તિત્વમાં આવતા યુઝર્સ અનેક શંકા સેવી રહયા છે.

ઇન્સ્ટાગ્રામ પર ભારતીય યુઝર્સને છેલ્લા કેટલાક દિવસોથી સ્ટોરી, પોસ્ટ્સ અને હાઇલાઇટ્સમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે ઇન્સ્ટાગ્રામ દ્વારા બગની જાણ કરવામાં આવી હતી. યુઝર્સનું કહેવું છે કે, Covid 19થી સંબંધિત સ્ટોરીઝ અન્ય પોસ્ટ્સ દૂર કરવામાં આવી હતી. ભારતમાં મહામારી ગંભીર સ્થિતિએ પહોંચી છે. દેશમાં દરરોજ 3000થી વધુ મોત થઈ રહ્યા છે. એકતરફ ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર Covid 19 મામલે સરકારની ટીકા કરવા માટે યુઝર્સના એકાઉન્ટ્સ પર રોક લગાવવામાં આવતી હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે આ બગ અસ્તિત્વમાં આવતા યુઝર્સ અનેક શંકા સેવી રહયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો