CBSEએ આજથી શરૂ કરી છાત્રો માટે ઉપયોગી ‘ઍપ’

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-05-2021

દેશમાં કોરોનાને કારણે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને પણ અસર થઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશનએ એક એપ શરૂ કરી છે. આ એપ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સુધારવાનું કામ કરશે. ઉપરાંત, આ એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થીઓ રિયલ ટાઈમમાં સલાહકાર સાથે વાત કરી શકશે. 9 થી 12 ના વર્ગના વિદ્યાર્થીઓની વાર્ષિક કાઉંસલિંગ પ્રક્રિયા સીબીએસઇની ‘દોસ્ત ફોર લાઇફ’ આ app આજરોજ તા.10 મે, 2021થી શરૂ થશે. સીબીએસઇ પ્રશિક્ષિત કાઉંસલર અને પ્રિંસિપલ દ્વારા લાઈવ કાઉંસલિંગ સેશન વિના મૂલ્યે યોજશે. આ સાથે, 12મી પછી વિદ્યાર્થીઓને આગળની કારકિર્દી માટે પણ સલાહ આપવામાં આવશે. સીબીએસઇ 10 મે 2021 ના રોજ આ એપ્લિકેશન દ્વારા તેના વાર્ષિક કાઉંસલિંગ કાર્યક્રમની શરૂઆત કરશે.

આ સત્ર સોમવાર, બુધવાર અને શુક્રવારે અઠવાડિયામાં ત્રણ વખત યોજાશે. સમય સ્લોટ સવારે 9.30 થી

બપોરે 1.30 અથવા બપોરે 1.30 સુધીનો રહેશે. તે જ સમયે, એક સ્લોટ સાંજે 5.30 વાગ્યે શરૂ થશે. વિદ્યાર્થીઓ અને માતાપિતા તેમની અનુકૂળતા અનુસાર ચેટબોક્સ દ્વારા આ એપ્લિકેશનથી કનેક્ટ થઈ શકે છે.

આ એપમાં વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે સલાહ પણ મળશે. બારમા પછી આગળ અભ્યાસ માટે કયા અભ્યાસક્રમની પસંદગી કરવી જોઈએ તેની સલાહ પણ આ એપ્લિકેશન દ્વારા મળી શકશે. ફક્ત આ જ નહીં, સલાહકારો તમને ભવિષ્યના કોર્સની વિગતવાર પણ સમજાવશે.

આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. હાલમાં આ સુવિધા એન્ડ્રોઇડ વપરાશકારો માટે છે. પરંતુ આગામી સમયમાં આ સુવિધા વધારવામાં આવશે અને અન્ય પ્લેટફોર્મ પર પણ પુરી પાડવામાં આવશે. આ સિવાય તમે ભબતય.લજ્ઞદ.શક્ષ પર વધુ માહિતી મેળવી શકો છો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો