કોરોના વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરાવતા હો તો આ બાબતનું ધ્યાન રાખજો: આ નંબર નહીં હોય તો નહિ મળે રસી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-05-2021

ભારતમાં એક તરફ કોરોનાની બીજી લહેર ધમરોળી રહી છે ત્યાં બીજી બાજુ કોરોના સામે રક્ષણ આપતી રસીને લઈને કાગારોળ શરૂ થઈ છે. રસીની અછતની સાથો સાથ તેના રજિસ્ટ્રેશન સંબંધિત મુશ્કેલીઓથી લોકો ભારે પરેશાન છે. જો કે સરકારે આ સમસ્યા ઉકેલી લીધી છે.

સરકાર દ્વારા કોવિન પોર્ટલમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર દ્વારા કેટલીક ખામીઓ દૂર કરવામાં આવી છે. સાથે જ એવી કેટલીક સુવિધાઓ પણ જોડવામાં આવી છે જેથી કરીને રજિસ્ટ્રેશનને સરળ બનાવી શકાય.

મોદી સરકારે 1લી મેથી 18 વર્ષથી વધારે ઉંમરના લોકો વેક્સીન લેના રજિસ્ટ્રેશન શરૂ કર્યું હતું. આ માટે કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. પહેલા દિવસે મોટી સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે ત્યાર બાદથી અનેક પ્રકારની સમસ્યાઓ પણ સામે આવી છે. લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની આ પરેશાનીઓને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જેને ધ્યાનમાં રાખતા હવે સરકારે કોવિન પોર્ટલમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે.

હવેથી રજિસ્ટ્રશન કરતી વખતે યૂઝર્સના મોબાઈલ પર એક 4 આંકડાનો ડિજિટલ સિક્યુરિટી કોડ (Digital Security Code) આવશે જે સંભાળીને રાખવો પડશે. રસીકરણ બાદ આ કોડ વેક્સિનેટરને આપવાનો રહેશે. ત્યારબાદ જ સંબંધિત વ્યક્તિનું રસીનું સ્ટેટસ અપડેટ કરવામાં આવશે. એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો ત્યારબાદ એવું માનવામાં આવશે કે તમને રસી મળી ગઈ છે.

અનેક લોકોની ફરિયાદ હતી કે રસી લગાવ્યા વગર જ તેમને રસીકરણ પૂરું થવાના મેસેજ મળતા હતા. ત્યારબાદ આ ફીચર જોડવામાં આવ્યું છે. આ ફેરફાર 8 મે એટલે કે આજથી લાગુ થયું છે. હવેથી કોડ વગર રસી મૂકાવી શકાશે નહીં. કોવિન સિસ્ટમ પર લાગુ કરાયેલું આ ફીચર ફક્ત એવા લોકો માટે રહેશે જેમણે રસીકરણ માટે ઓનલાઈન બુકિંગ કર્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો