મોરબીના સોનાપુરી સ્મશાનગૃહમાં ખડેપગે રહીને મૃતહેદોની અંતિમવિધિ કરી આપતા સેવાભાવીઓ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-05-2021

મોરબીમાં ગત એપ્રિલ માસમાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું હતું. આથી, લોકોના ટપોટપ મોત થવાથી મોરબીના દરેક સ્મશાનોમાં વેઇટિંગની કપરી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે મોરબીના સામાંકાંઠે સોનપુરી સમિતિ ટ્રસ્ટના સોનાપુરી વિધુત સ્મશાન ગુહમાં પણ ગયા માસે એક પછી એક એમ મૃતહેદો આવતા હોવાથી વેઇટિંગની હાલત સર્જાઈ હતી. ત્યારે આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સભ્યો અને સેવાભાવીઓએ આખો મહિનો સતત હાજર રહી મૃતહેદોની અંતિમવિધિ માટે ખડેપગે રહીને સેવા આપી હતી.

સોનપુરી ટ્રસ્ટના પ્રમુખ ડી. એસ. પટેલને કોરોનાના કારણે દર્દીઓનો વધુ ધસારો રહેતો હોવા છતાં તેઓએ ડોક્ટરની ફરજ બજાવવાની સાથે આ સ્મશાનમાં હાજર રહીને મૃતદેહોની અંતિમવિધિમાં કોઈ ઉણપ ન સર્જાઈ તે માટે સેવા આપીને માનવ ધર્મ દિપાવ્યો હતો. તેમની સાથે જ્યોતિસિંહ જાડેજા, પ્રહલાદસિંહ, રશ્મિભાઈ, મનસુખભાઇ બરાસરા, અનિલભાઈ વાઘેલા, મહાવીરસિંહ ચાંદલી, ચંદુભાઈ હુંબલ સહિતના સેવાભાવી કાર્યકરોએ કપરા સમયમાં સેવાની ધૂણી ધખાવી હતી.

કોરોના મૃતકોની સાથે અન્ય બીમારીઓથી પણ લોકોના મોત નિપજ્યા હોવાથી દદરોજ અનેક મૃતકો આવતા સોનાપુરી સ્મશાનગૃહમાં ગેસની ભઠ્ઠીને કોરોના મૃતકો માટે અનામત રાખવામાં આવી હતી. અન્ય મૃતહેદો માટે ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે વધુ ખાટલા રાખી અને લાકડાની અછત ન સર્જાઈ તેમજ ભઠ્ઠી સતત ચાલુ રહે તે માટે પણ આ ટ્રસ્ટના તમામ લોકોએ રાત-દિવસ જોયા વગર સેવા આપી હતી. અને ગયા માસે 250થી વધુ મૃતહેદોની અંતિમવિધિ કરવામાં મદદરૂપ થયા હતા

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો