WhatsApp લાવી રહ્યું છે શાનદાર ફીચર, હવે સરળતાથી શોધી શકશો સ્ટીકર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-05-2021

વિશ્વની સૌથી મોટી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ કંપની વોટ્સએપે (WhatsApp) પ્રાઈવસી પોલિસીની જાહેરાત કર્યા પછી લોકોનો પ્રતિસાદ ઓછો થઈ ગયો હોવાથી કંપની હવે નવા ફિચર્સ લાવી યૂઝર્સને ખુશ કરવાના પ્રયત્નોમાં લાગી ગઈ છે. વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે અમુક અપડેટ સાથે નવા ફિચર્સ લાવશે. આ અપડેટ લોકપ્રિય ફિચર સ્ટીકર્સ(Sticker) માટે હશે, જેના પર કંપની હાલ ટેસ્ટ કરી રહી છે. જે બાદ આ ફીચર વોટ્સએપમાં જોડાશે. યૂઝર્સ માટે હવે કંપની મનપસંદ સ્ટીકર શોધી શકે એવી સરળ રીતો લાવશે.

સ્ટીકર્સને હવે તમારે સર્ચ નહીં કરવા પડે, હાલ વર્ડ ચેટ બારમાં લખતા જ જેમ ઈમોજી દેખાય છે એ રીતે જ સ્ટીકર પણ દેખાશે. જેમાંથી પસંદ કરી તમે સરળતાથી સ્ટીકર Send કરી શકશો. તેના માટે તમારે સ્ટીકરને સર્ચ કરવા નહીં જવું પડે. જો કે, આવું તો જ શક્ય બનશે જો તમે એ સ્ટીકરને તમારી સ્ટીકર લાઈબ્રેરીમાં સેવ કરીને રાખ્યા હશે.

ઉલ્લેખનીય છે કે, સ્ટીકર્સના શોખીન લોકો માટે વોટ્સએપ નીતનવા સ્ટીકર્સ રજૂ કરે છે. હાલ ચાલી રહેલી વેક્સીન ડ્રાઈવ અંતર્ગત તેને લગતા સ્ટીકરને વ્હોટ્સએપે સ્ટીકર લાઈબ્રેરી પર ઉપલબ્ધ કરાવ્યા છે. તેમાં વેક્સીનેશનને સપોર્ટ કરવા અને લોકોને વેક્સીન લેવા પ્રેરણા આપવાનો હેતુ સમાયેલો છે. કંપનીએ 150થી વધુ દેશો અને સંસ્થાઓ સાથે મળીને તૈયાર કરેલ આ સ્ટીકર પેકનું નામ વેક્સીન ફોર ઓલ(Vaccine for All) આપ્યું છે.

રસીકેન્દ્રની માહિતી પણ WhatsApp પર

સોશિયલ મીડિયા જાયન્ટ વોટ્સએપ લોકોને સરળતાથી વેક્સીન સેન્ટર મળી રહે તે માટે MyGov કોરોના હેલ્પ ડેસ્ક ચેટબોટને એપડેટ કરી રહી છે. રસીકરણ કેન્દ્ર શોધવું વોટ્સએપમાં ખૂબ જ સરળ છે. આ માટે તમારે 9013151515 નંબર સેવ કરવાનો રહેશે. MyGov કોરોના હેલ્પ ડેસ્ક ચેટબોટ લોન્ચ થયા બાદ તમારે માત્ર ઉપરોકત નંબર પણ Hi લખવાનું રહેશે અને ચેટબોટ થકી ઓટોમેટીક જે પ્રતિસાદ મળે તેમાં કોવિડ સંબંધિત માહિતી માટે ઓપ્શન સિલેક્ટ કરવાની રહેશે. WhatsAppનું આ ફીચર્સ હિન્દી ભાષામાં પણ ઉપલબ્ધ થશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો