રાજકોટ: સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને ફિઝિયોથેરાપિસ્ટની ઉત્તમ કામગીરીથી દર્દીઓમાં ઝડપી રિકવરી : 90 વર્ષના માજીએ પણ કોરોનાને હરાવ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-05-2021

(હિતેન સોની દ્વારા) રાજકોટ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર અને ફિઝિયોથેરાપિસ્ટની ટિમ અને અન્ય સ્ટાફ ખુબ જ મદદગાર થઈ રહ્યા છે. રાજકોટના સિવિલમાં સારવાર લઇ રિકવર થઈ ગયેલા એક દર્દી 34 વર્ષના ગૃહિણી પ્રીતિબેન ટાંક ને શરદી, ઉધરસ અને તાવ રહેતો હતો. દવા લેવા છતાં સરખું ન થતા તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા દાખલ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં ચાર દિવસ ઓક્સિજન પાર રાખવામાં આવ્યા હતા. તે દરમિયાન તેની ખુબજ સારી સારવાર કરવામાં આવી હતી. ધીમે ધીમે તબિયતમાં સુધારો આવતા સાદા ઓક્સિજન માસ્ક પાર રાખવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન દરરોજ ફિઝિયોથેરાપી કસરત કરવાથી ખુબજ સારૂ લાગતું હતું. અને ખાસ જ ઉંધુ સૂવાથી (પોર્ન પોઝિશન) માં સૂવાથી ઓક્સિજન લેવલ ઉંચુ જળવાઈ રહેતું હતું.

વધુમાં પ્રીતિબેને જણાવ્યું હતું કે કોરોના દર્દી જો દિવસમાં 3-4 કલાક ઉંધુ સુવાની કસરત કરે તો ઓક્સિજન લેવલ ઉપર જ રહે છે” તેઓ રાજકોટ સિવિલના ફિઝિયોથેરાપિસ્ટની સારવારથી એકદમ સારું થયાનું જાત અનુભવથી કહે છે. તેઓ જો આ જ સારવાર અન્ય ખાનગી હોસ્પિટલમાં કરી હોત ખુબજ ખર્ચ થયો હોત. તેઓ સિવિલના ફિઝિયોથેરાપીની સારવારથી ખુબ જલ્દી રિકવરી કરી રહ્યા છે. તેઓ સિવિલના તમામ ડોક્ટર્સની સારવારથી સંતુષ્ટ છે.

આ જ રીતે 90 વર્ષના એક માજી પણ અહીં સારવાર લઈ રહ્યા છે જેઓનો વિડીયો સામે આવ્યો છે આ વિડીઓમાં 90 વર્ષના માજી પણ કોરોના સામે મોજથી જંગ લડી રહ્યા હોય તેવો હાવભાવ જોવા મળી રહ્યો છે. એકંદરે સિવિલ હોસ્પિટલમાં સારવાર સુધરી રહી હોવાનું દર્દીઓ જણાવી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો