વાંકાનેર: સિવિલ હોસ્પિટલમાં મહેકમ વધારવાની તાતી જરૂરિયાત, તંત્રની ઉદાસીનતાથી લોકોમાં રોષ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-05-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર : વાંકાનેરની સિવિલ હોસ્પિટલને અગાઉ પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં રૂપાંતર કરવામાં આવી હતી. પણ આ મુજબનું હજુ સુધી મહેકમ ફાળવાયું જ નથી. સામુહિક આરોગ્ય કેન્દ્ર મુજબનું મહેકમ યથાવત રાખતા તંત્રએ લોકો સાથે મજાક કરી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. જો કે હાલના કોરોના કાળમાં વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં મહેકમ વધારવાની તાતી જરૂરિયાત હોવા છતાં તંત્રની ઉદાસીનતાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

વાંકાનેરની સરકારી હોસ્પિટલને 6 ઓગસ્ટ, 2015ના રોજ અધિક નિયામક તબીબી સેવાઓ, ગાંધીનગર દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર વાંકાનેરમાંથી પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં રૂપાંતરીત કરવામાં આવી હતી. તેમ છતા હજુ સુધી મહેકમ સામુહિક આરોગ્ય કેન્દ્ર મુજબનું જ રાખ્યું છે. તેમજ 24 જૂન, 2020ના રોજ વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે અધિક નિયામક તબીબી સેવાઓ ગાધીનગર અને મનીષાબેન ચંદ્રાની રૂબરૂ મુલાકાત દરમ્યાન મહેકમ વધારવા અંગેની કાર્યવાહી કરવા જણાવેલ હતુ.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો