ટ્વિટર યુઝર્સ પણ પૈસાની લેવડ દેવડ કરી શકશે, કંપનીએ ‘ Tip Jar’ ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-05-2021

ટ્વિટર યુઝર્સ જેની ડિમાન્ડ કરી રહ્યા હતા ફાઈનલી તે ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. જી હા હવે વ્હોટ્સએપ પેમેન્ટની જેમ ટ્વિટરમાં પણ પૈસાની લેવડ દેવડ થઈ શકશે. આ ફીચરનું નામ કંપનીએ ‘Tip Jar’ રાખ્યું છે. આ ફીચરનું હાલ કંપની અન્ડ્રોઈડ અને iOS યુઝર્સ પર ટેસ્ટિંગ કરી રહી છે. કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

આ ફીચર તમારી ટ્વિટર પ્રોફાઈલ પર જ જોવા મળશે. યુઝરનેમની જમણી બાજુ ડોલર બિલ આઈકોન પર ટેપ કરવાથી આ ફીચરનો ઉપયોગ કરી શકાશે. તેમાં બેન્ડકેમ્પ, કેશ એપ, પેટ્રૉન, પે પલ અને વેનમો સહિતના ઓપ્શન મળે છે. જોકે હાલ આ ફીચર ક્રિએટર્સ, જર્નાલિસ્ટ અને નોન પ્રોફિટ્સ ગ્રુપ્સ માટે એક્ટિવેટ થયું છે. આ પેમેન્ટ ફીચર માટે કંપની કોઈ કમિશન નહિ લે.

આ ફીચરનો લાભ લેવા માટે તમારે એડિટ પ્રોફાઈલમાં જવાનું રહશે. ત્યારબાદ નીચે ટિપ જાર ઓપ્શન પર ક્લિક કરી Allow Tips પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરી અકાઉન્ટ લિંક કરવાથી ફીચર એક્ટિવેટ થઈ જશે.

એડવાન્સ સર્ચ ફીચર: ટ્વિટરે થોડા દિવસ પહેલાં જ દેશની મેડિકલ સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ફીચર લોન્ચ કર્યું હતું. એડવાન્સ સર્ચ ફિલ્ટરની મદદથી યુઝર્સ પોતાની જરૂરિયાતના મેડિકલ રિસોર્સના ટ્વીટને ફિલ્ટર કરી મદદ લઈ શકે છે. તેમાં સ્પેસિફિક હેશટેગ, ટાઈમ પીરિયડ, ટ્વીટ ફિલ્ટર અને લોકેશન પણ કેટેગરાઈઝ કરી શકાશે.

પોતાની આસપાસ જ મેડિકલ રિસોર્સ મળી રહે તે માટે યુઝર near youનો ઓપ્શન પસંદ કરી શકે છે. આ ઓપ્શનની મદદથી યુઝરે સિલેક્ટ કરેલા હેશટેગ અને કી વર્ડના તેની નજદીકની લોકેશનના ટ્વીટ જોવા મળશે. જેથી જલ્દી મેડિકલ રિસોર્સ મેળવી શકાય. તેના હેશટેગ સર્ચ કરી ટોપ રાઈટમાં ટોગલ બટન પર ટેપ કરી near you ઓપ્શનની પસંદગી કરવાની રહેશે. આ ફીચરનો ઉપયોગ કરતાં સમયે તમારું લોકેશન ઓન રહે તે જરૂરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો