શાબાશ!! 5 લાખ ગુજરાતીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઇ ગયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-05-2021

ગુજરાતમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ ૫,૦૩,૪૯૭ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ગયા છે. ગુજરાત માટે આજે બીજા સારા સમાચાર એ પણ છે કે આજે  દાખલ થયેલા દર્દીઓ કરતાં સાજા થઈને  ઘરે ગયેલા દર્દીઓની સંખ્યા વધી છે.  સમગ્ર રાજ્યમાં આજે ૧૨,૦૬૪ દર્દીઓ નોંધાયા છે તેની સામે આજના દિવસે ૧૩,૦૮૫ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે.

અત્યાર સુધીમાં 1,02,24,941 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 29,89,975 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,32,14,916 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18 થી 44 વર્ષ સુધીના 22,474 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45-60 વર્ષનાં કુલ 38,139 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,10,614 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો