વાંકાનેર: બ્લડ ડોનેશન અને પ્લાઝમા ડોનેશન કેમ્પ યોજાશે

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ-સૌરાષ્ટ્ર પ્રાંત તથા વેદમાતા ગાયત્રી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ફિલ્ડ માર્શલ બ્લડ બેન્ક રાજકોટના સહયોગથી યોજાઈ રહ્યો છે આ કેમ્પ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-05-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેરમાં આગામી તારીખ 9-5-2021 ના રોજ ગાયત્રી કોવિડ કેર સેન્ટર મુકામે બ્લડ ડોનેશન તથા પ્લાઝમાં ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ-સૌરાષ્ટ્ર પ્રાંત તથા વેદમાતા ગાયત્રી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ફિલ્ડ માર્શલ બ્લડ બેન્ક રાજકોટના સહયોગથી યોજાઈ રહ્યો છે. 

તો સર્વે સેવાભાવી નાગરિકોએ આ ડોનેશન કેમ્પનો લાભ લઇ લોકોને મદદરૂપ થવા યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે હિરેનભાઈ પારેખ : 9227821999,  પ્રજ્ઞેશભાઈ પટેલ : 9825222855, ચેતનભાઈ ગોસ્વામી: 9723360666, રાહુલ જોબનપુત્રા : 9265066096 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો