દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર ભરૂચ દરરોજ 200 ટન સંજીવનીનું ઉત્પાદન સાથે સંકટમોચન બન્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-05-2021

ઔદ્યોગિક નગરી કોરોનાકાળમાં સંકટમોચન  બની રહી છે જે સંજીવનીનું મબલક ઉત્પાદન કરી ગુજરાત સાથે અન્ય રાજ્યોને ઓક્સિજન(Oxygen)નો પુરવઠો પૂરો પાડી રહી છે.

ભરૂચ જિલ્લો દેશનો સૌથી મોટો કેમિકલ ક્લસ્ટર છે. ઔદ્યોગિક નગરી કોરોનાકાળમાં સંકટમોચન  બની રહી છે જે સંજીવનીનું મબલક ઉત્પાદન કરી ગુજરાત સાથે અન્ય રાજ્યોને ઓક્સિજન(Oxygen)નો પુરવઠો પૂરો પાડી રહી છે.

ભરૂચ જિલ્લામાં હાલ કોરોના મહામારી વચ્ચે 1700 જેટલા એક્ટિવ દર્દીઓ વિવિધ 60 થી વધુ કોવિડ હોસ્પિટલ સાથે કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે. જિલ્લાને ઓક્સિજનની હાલની રોજિંદી જરૂરિયાત 40 ટન આસપાસ છે તેની સામે જ એકમાત્ર GNFC કંપની દૈનિક  60 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરી ફ્રીમાં પૂરો પાડી રહી છે.

ભરૂચની દુધધારા ડેરી ૨૦ મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પાદન માટે પ્લાન્ટ ઉભો કરી રહી છે. એક મહિનામાં આ પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ કરી ભરૂચ નર્મદા જિલ્લાની હોસ્પિટલોને પૂરો પાડવામાં આવશે. ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે દુધધારા ડેરીમાં શક્ય તેટલું જલ્દી ઉત્પાદન શરૂ થાય તેવા પ્રયત્નો હાથ ધરાયા છે. તો મેનેજીંગ ડિરેક્ટર પી કે પટેલે જણાવ્યું હતું કે પ્લાન્ટ માટે સાધનોના ઓર્ડર અપાઈ ચુક્યા છે.

હજી સુધી જિલ્લામાં ઓક્સિજનની અછતથી કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી પરંતુ ઓક્સિજન બોટલ, ફ્લો મીટર કે ઓક્સિજન બેડ નહિ મળવાથી આવા કિસ્સાઓમાં હતભાગી દર્દીઓ મોતને ભેટ્યા છે.

ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં બીજા વેવની ગંભીર સ્થિતિ અને ત્રીજા વેવ માટે તૈયાર રહેવા ઓક્સિજન પ્રોડક્શન વધારી દેવામાં આવ્યું છે. નાઇટ્રોજનના પ્લાન્ટને ઓક્સિજનમાં તબદીલ કરી દેવાયા છે. જે રોજ જિલ્લામાં 200 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરી રહયા છે.

ભૃગુનગરી ઓક્સિજનના ઉત્પાદનમાં કોરોનાકાળમાં આત્મનિર્ભર છે જે અમદાવાદ, આણંદ સહિત અન્ય જિલ્લા સાથે ગુજરાત બહાર બીજા રાજ્યોને પણ ઓક્સિજનનો સરપલ્સ પોતાના જથ્થામાંથીનો પૂરો પાડી રહી છે.

આગાઉ ભરૂચ અને દહેજથી વિશેષ આયોજન સાથે ઓક્સિજનનો જથ્થો અમદાવાદ મોકલાયો હતો.બુધવારે ગ્રીન કોરિડોર બનાવી આણંદમાં ઓક્સિજનનું એક ટેન્કર મોકલવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે.

સરકાર અને તંત્ર હવે બીજા વેવ નહિ પરંતુ ત્રીજા વેવને ધ્યાને રાખી નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજનમાં કન્વર્ટ કરવા સાથે જે તે સરકારી હોસ્પિટલ ખાતે સીધો સપ્લાય આપવાની કામગીરી કરવામાં આવી રહી છે જેથી ત્રીજા વેવમાં પરિસ્થિતિ વણસે તો તંત્ર પોહચીવળવા ની સ્થિતિમાં પહેલેથી તૈયાર રહી શકાય.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો