માસ્ક જ કોરોનાનું સૌથી સુરક્ષિત કવચ: અમેરિકા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-05-2021

દેશમાં ઘાતક વાયરસનો કહેર વધ્યો છે. ઘણા રાજ્યોની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. કોરોના મહામારીના બીજી લહેરમાં અનેક લોકોએ અનેક સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. જોકે તેમ છતાં હજુ પણ કેટલાક લોકો યોગ્ય રીતે માસ્ક પહેરવા બાબતે બેદરકાર દેખાય છે. ત્યારે માસ્ક પહેરવુ કેટલુ ઉપયોગી અને જોખમને ઘટાડનારુ છે. તે અંગે જોઈએ આ અહેવાલ.

કોરોના મહામારીથી બચાવ માટે મેડિકલ માસ્ક એક મોટુ શસ્ત્ર સાબિત થઈ રહ્યુ છે.. અમેરિકાની રાષ્ટ્રીય જાહેર સ્વાસ્થ્ય એજન્સીના રોગ નિયંત્રણ અને અટકાવવા માટેના કેન્દ્રના સંશોધકોએ અભ્યાસ કર્યો છે..જેમાં સામે આવ્યુ કે જે લોકો મેડિકલ માસ્ક પહેરે તેમના મોતની સંભાવના 87 ટકા ઓછી થાય છે. આ અભ્યાસમાં કોવિડના યુકે સંસ્કરણ સામે મુકાબલો કરવા ડબલ માસ્ક પહેરવુ શ્રેષ્ઠ વિકલ્પ હોવાનુ પણ કહ્યું.

અમેરિકામાં છ મહિના સુધી થયેલા એક સંશોધન મુજબ કપડાનું માસ્ક પહેરવાથી મૃત્યુ દરમાં 82 ટકાનો ઘટાડોનો નોંધાયો..પરંતુ મેડિકલ માસ્ક પહેરવાથી 87 ટકા સુધી જીવ ગુમાવવાનું જોખમ ઓછુ થાય છે..સંશોધનમાં સ્પષ્ટ રીતે કહેવાયુ છે કે જે લોકો હજુ પણ માસ્ક પહેરવાથી ખચકાય છે તે ઓ પોતાનો જીવ જોખમમાં નાખે છે.

યુકે અને વુહાન વેરિએન્ટને લઈને પણ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે. આ ચેતવણી મુજબ કોરોનાની પહેલી લહેર કરતા આ વેરિયન્ટમાં સંક્રમણ ફેલાવવાની શક્તિ વધુ છે..જો પરિવારનો એક સભ્ય પણ આ વેરિએન્ટના લપેટામાં આવે છે તો સમગ્ર પરિવાર શિકાર બને છે અને આ સ્થિતિમાં વેરિએન્ટ સામે લડવા ડબલ માસ્ક પહેરીને બચવુ જરૂરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો