2021માં આ બેન્ક થઇ જશે પ્રાઇવેટ, તમારુ ખાતુ હોય તો જાણી લેજો ફેરફાર

આઇડીબીઆઇ બેન્કમાં કેન્દ્ર સરકાર અને એલઆઇસીની કુલ હિસ્સેદારી 94 ટકાથી વધારે છે. એલાઇસી પાસે બેન્કના 49.21 ટકા શેર છે.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-05-2021

એક અધિકારીક નિવેદન અનુસાર બુધવારે કહેવામાં આવ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક મામલાની કેબિનેટ સમિતીએ આઇડીબીઆઇ બેન્કની રણનીતીને મંજૂરી આપી દીધી છે. તેમાં કહેવામાં આવ્યું કે સરકાર અને એલઆઇસીનો કેટલો હિસ્સો વેચવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સિતારમણે 2021-22નું બજેટ આપતા સમયે ઘોષણા કરી હતી કે ચાલુ નાણાકીય વર્ષના વિનિવેશ કાર્યક્રમમાં સાર્વજનિક ક્ષેત્રે કેટલીક બેન્કોનું પ્રાઇવેટાઇઝેશન થશે. બજેટમાં વિનિવેશથી 1.75 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનુ લક્ષ્ય છે.

આઇડીબીઆઇએ પ્રાઇવેટાઇઝેશનના નિર્ણયનો વિરોધ કર્યો : અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘે આઇડીબીઆઇ બેન્કના પ્રાઇવેટાઇઝેશનથી જોડાયેલા સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. સંઘે કહ્યું તે સરકારને બેન્કનો 51 ટકા હિસ્સો પોતાની પાસે રાખવો જોઇએ. બેન્ક સંઘે બુધવારે એક નિવેદનમાં કહ્યું કે બેન્ક એટલા માટે મુશ્કેલીઓમાં આવ્યુ કારણકે કેટલાક કોર્પોરેટ ઘરાણોએ તેનુ દેવુ પાછુ ન આપીને છતરપિંડી કરી છે. માટે સમયની જરૂરિયાત તે છે કે ઋણ પાછુ ન કરનાર કર્જદારો વિરુદ્ધ કાર્યવાહી કરીને પૈસાની વસુલી કરવામાં આવે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો