પ્રથમ લહેરમાં વૃદ્વો-બીજીમાં યુવાવર્ગ અને ત્રીજીમાં બાળકો શિકાર બનશે?

Bihar, July 13 (ANI): A health worker collects a nasal sample from a child for COVID-19 test during the total lockdown imposed by the state government due to surge in COVID-19 cases, in Patna on Monday. (ANI Photo)
નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારીઃ કોરોનાની ત્રીજી લહેર બાળકોને સાણસામાં લેશે? : સરકારે તત્કાલ બાળકોના રસીકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએઃ સપ્ટેમ્બર સુધીમાં આવશે ત્રીજી લહેર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-05-2021

કોરોનાની પહેલી લહેરમાં વુદ્ઘો જયારે બીજીમાં યુવાનો વધારે સંક્રમિત થયા. ત્યારે હવે વિશેષજ્ઞોએ આશંકા વ્યકત કરી છે કે જો ત્રીજી લહેર આવશે તો તે બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આવું દુનિયાના બીજા દેશોમાં પણ થયું છે. ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ અને સંક્રમક રોગોના વિશેષજ્ઞોનું કહેવું છે કે સરકારે જલ્દીથી જલ્દી બાળકોના રસીકરણનો કાર્યક્રમ શરુ કરવો જોઈએ નહીં તો કોરોનાની ત્રીજી લહેરમાં ૧૮થી ઓછી ઉંમરના લોકોને ખરાબ રીતે સંક્રમિત થશે. ભારતમાં ત્રીજી લહેર સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે.

સંક્રમક રોગ વિશેષજ્ઞ ડો. નિતિન શિંદે કહે છે કે બાળકોનું રસીકરણ બહું મહત્વપૂર્ણ છે. નહીંતર કોરોનાની ત્રીજી લહેર રસી નહીં લગાવી શકનારા આ બાળકોને ઝપેટમાં લઈ શકે છે. 

વિશેષજ્ઞોનું કહેવુ છે કે ભલે કોરોના હાલમાં બાળકોમાં ગંભીર અને જટિલતા નથી પૈદા કરી રહ્યો પરંતુ બીજી લહેરમાં સંક્રમિત બાળકોની સંખ્યામાં ઘણી તેજી આવી છે. પહેલી લહેરની અપેક્ષાએ બીજી લહેર મુંબઈ પૂણે જેવા શહેરમોમાં બાળકોને વધારે સંક્રમિત કર્યા છે. બાળકો ગંભીર સ્થિતિમાં નથી આવતા પણ સંક્રમણ ફેલાવે છે. બાળકોનું રસીકરણ જરુરી છે.

બાળકોના  રસીકરણ વગર હર્ડ ઈમ્યૂનિટી શકય નહીં: રસી હવે ૧૮થી ઉપરના તમામ લોકોનું રસીકરણ થઈ રહ્યુ છે.  પણ ૦-૧૮ વર્ષના રસીથી વંચિત છે. આ ગ્રુપ દેશની વસ્તીના કુલ ૩૦ ટકા છે. બાળકોના રસીકરણ વગર હર્ડ ઈમ્યુનિટી મેળવવી શકય નથી. બાળકોમાં સંક્રમણ વાહક હોવાથી તે ત્રીજી લહેરને હવા આપી શકે.

સ્કુલ ખુલવા સામાન્યીકરણની દિશામાં મોટુ પગલુ છે જે બાળકોના રસીકરણ બાદ શકય છે. બીએમસી બનાવી રહી છે બાળકો માટે કોવિડ વોર્ડ.

ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમણની શકયતા જોતા બીએમસી અને મહારાષ્ટ્ર સરકારે મળીને બાળ ચિકિત્સા કોવિડ દેખરેખ વોર્ડ સ્થાપિત કરી રહી છે.  આ આશંકાને પગલે સીએમ ઉદ્ઘવ ઠાકરેએ ગત અઠવાડિયે રાજયના તમામ જિલ્લા કલેકટરો અને નગરપાલિકા આયુકતોને કોવિડની ત્રીજી લહેરના હુમલા માટે તૈયાર રહેવા નિર્દેશ આપ્યા છે.

કેનેડાએ બુધવારે ૧૨ વર્ષના બાળકોના રસીકરણ માટે ફાઈઝર- બાયોએન્ટેકની કોરોના રસીને મંજૂરી આપી દીધી છે. કેનેડા આવું કરનારો પહેલો દેશ બન્યો છે. મોટા ભાગના દેશોમાં વયસ્કોને કોરોનાની રસી લગાવવામાં આવી રહી છે તો કેટલાક દેશોમાં રસીકરણની સૌથી નાની ઉંમર ૧૬ વર્ષ સુધીની છે. આનાથી નાની ઉંમરના બાળકોને કોરોનાની રસી નથી લગાવાઈ રહી. તેમજ અમેરિકા પણ હવે ૧૨ થી ૧૫ વર્ષના બાળકોને રસી લગાવવાની તૈયારી કરી રહ્યુ છે. એમેરિકન એજન્સી ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ફાયઝર કંપનીની કોરોનાની રસીને આવનારા અઠવાડિયાથી ૧૨ વર્ષથી વધારે ઉંમરના બાળકોને રસી આપવાની પરવાનગી આપી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો