વાંકાનેર: માર્કેટિંગ યાર્ડે બંધની મુદત લંબાવી, 16મી મેં સુધી રહેશે બંધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-05-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર : કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા 36 શહેરોમાં રાત્રી કર્ફ્યુ અને મીની લોકડાઉનની મુદતમાં 12મી મે સુધી વધારો કરતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડે બંધની મુદત લંબાવી છે. હવે આગામી 16મી મે સુધી યાર્ડ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ તેમજ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી તારીખ 16/5/21ના રોજ નવી જાહેરાત કરવામાં આવશે. જેની તમામ વેપારી, દલાલભાઈઓ, મજૂરોએ અને ખેડૂતોએ નોંધ લેવા વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો