મોરબીના PI આઈ.એમ. કોંઢીયાને DYSPનું પ્રમોશન મળ્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-05-2021

(મયુર બુધ્ધભટ્ટી દ્વારા) ૦૫-૦૫-૨૦૨૧ મોરબી પોલીસ વિભાગમાં પી.આઇ તરીકે ફરજ બજાવતા આઇ.એમ કોંઢીયા ને ગૃહ વિભાગ દ્વારા ડી.વાય.એસપીનું પ્રમોશન આપી ગુજરાત રેલવે પોલીસ મુખ્ય મથક અમદાવાદ ખાતે મુકવામાં આવેલ છે, મૂળ વઢવાણ સુરેન્દ્રનગરનાં વતની આઈ.એમ કોંઢીયા પોતાની કાર્યદક્ષતા, ફરજનિષ્ઠા અને મિલનસાર પ્રકૃતિની સુવાસ ચોતરફ ફેલાયેલ, તેઓની ૨૦૦૧ થી પી.એસ.આઇ તરીકે ડાયરેક્ટ નિમણુંક થયેલ, ત્યાર બાદ તેઓને ૨૦૧૦ માં પી.આઇ તરીકે નું પ્રમોશન મળેલ હતું તેઓ પોતાના કાર્યકાળમાં રાજકોટ રૂરલ, ભાવનગર, બોટાદ, અને મોરબીમાં ફરજ બજાવેલ છે. ઉપરાંત તેઓ સી.આઇ.ડી આઇ.બી, સી.આઇ.ડી ક્રાઇમમાં ફરજ બજાવેલ છે. પ્રમોશન મળ્યાની માહિતી તેમના પરિચિત સ્નેહીજનોને મળતા તેઓના મો. ૭૦૧૬૭ ૬૪૨૪૨ ટેલિફોનિક શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો