મોરબીમાં સંપૂણર્ર્ બંધ હોવાંછતાં હોલસેલ બજારમાં ટ્રાફિક જોવા મળ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-05-2021

ગઈકાલે ઉઘડતી બજારે આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની દુકાનો-સેવાઓ તો મોરબીમાં સંપૂર્ણ બંધ જ હોવા છતાં હોલસેલ બજારમાં ટ્રાફિક જોવા મળ્યો હતો. ખાસ કરીને નવાડેલા રોડ પર ટ્રાફિકજામ જેવી સ્થિતિ એક તબક્કે જોવા મળી હતી. હોલસેલ વિક્રેતાઓ પાસે ગામડાઓના રિટેઇલર ધંધાર્થીઓ ખરીદી માટે ઉમટી પડતા ગિર્દી વર્તાઈ હતી. જો કે છેલ્લા 5 દિવસો દરમ્યાન મીની લોકડાઉનને લઈને બંધ રહેલી મોટાભાગની

દુકાનો આજે પણ બંધ રહી હતી. મહિનાની શરૂઆતમાં જ આવેલા શનિ-રવિવારને કારણે બેંકોમાં ગ્રાહકો જરૂરી નાણાકીય વ્યવહાર માટે જઈ શક્યા ન હોય આજે સોમવારે બેંકોમાં પણ ગ્રાહકોની કતારો જોવા મળી હતી. ખાસ કરીને પગારદાર વર્ગ અને પેન્શન પર આધારિત લોકોએ નાણાકીય વ્યવહાર માટે બેંકો બહાર લાઈન લગાવી હતી

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો