બંગાળમાં TMC ની જીત બાદ 80 હજારથી 1 લાખ લોકો હુમલાના ડરથી ઘર છોડીને ભાગી ગયાઃ જેપી નડ્ડા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-05-2021

બંગાળમાં બે મેએ વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ રાજ્યમાં જે હિંસા થઈ છે તેના કારણે હજારો લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બીજા રાજ્યમાં શરણ લેવી પડી છે. આ દાવો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્યો છે. તેમણે ગુરૂવારે પત્રકાર પરિષદ દરમિયાન કહ્યુ કે, આ વાત તેમને ભારતના વિભાજનના દિવસની યાદ અપાવી રહી છે, કારણ કે આશરે 80 હજારથી લઈને 1 લાખ લોકો ડરને કારણે પોતાના ઘર છોડીને ચાલ્યા ગયા છે.

ડરના કારણે એક લાખ લોકોએ છોડ્યુ ઘર: જેપી નડ્ડાએ કહ્યુ કે, સંદેશખલી, તોશાબા, ઈસ્ટ કેનિંગમાં ઘણા ગામોને લૂટી લેવામાં આવ્યા છે. લોકોએ જીવ બચાવવા માટે ભાગીને જવુ પડી રહ્યું છે. લોકોએ કૂચબિહાર અને અન્ય જગ્યાના સરહદી રાજ્ય અસમમાં જઈને જીવ બચાવ્યા છે. તેમણે કહ્યું કે, ઈસ્ટ કેનિંગમાં પાછલા વર્ષે અમ્ફાન ત્રાસદી સહન કરવી પડી અને આ વર્ષે મમતાની ત્રાસદી સહન કરવી પડી છે. 2 તારીખ બાદ જે ઘટના બની છે, તેમાં માનવતા હારી ગઈ છે. નડ્ડાએ કહ્યુ કે, તે આને વિભાજનના દિવસ એમ જ કહેતા નથી, પરંતુ તે આ ઘટનાથી ચોંકી ગયા છે.

મમતાએ જે નંદીગ્રામમાં કહ્યું હતું તે બે મેએ થયું: ભાજપના અધ્યક્ષ નડ્ડાએ આગળ કહ્યુ કે, ખુબ નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે બંગાળની જનતા અને બંગાળના લોકોની, તેના કારણે ટીકા કરે છે. તેમણે કહ્યું કે, અમે બંગાળની જનતાની સાથે છીએ અને જેની સાથે આ પ્રકારની ઘટની ઘટી છે. તેમણે કહ્યું કે, મને આ ઘટનાઓ જોઈને વિભાજન સમયની યાદ આવી ગઈ છે. 16 ઓગસ્ટ 1946ના સીધો હુમલો પણ યાદ છે, ડાયરેક્ટ એક્શન ડે. 2 મેએ બપોર બાદ જે ઘટના બની છે, તે નંદીગ્રામમાં જે મમતા બેનર્જીએ કહ્યું હતું કે, તે બે મેએ બની ગયું. કારણ કે મમતાએ કહ્યું હતું કે ખેલા હોબે.

મમતાના મૌનથી સંડોવણી જાહેર: જેપી નડ્ડાએ કહ્યુ- જે રીતે મમતા બેનર્જી 36 કલાક મૌન રહ્યા, એક્ટિંગ કેયર ટેકર સીએમ ચુપ રહ્યા, તે જણાવે છે કે તેમની સંડોવણી રહી. તેમના ત્રીજા કાર્યકાળની શરૂઆત હાથમાં લાગેલા લોહી સાથે થઈ છે. ટીએમસી વર્કર ભાજપના ગ્રાઉન્ડ પર કામ કરનાર કાર્યકર્તાઓ પર હુમલો કર્યો છે, તેમના પરિવાર હુમલો કર્યો છે. ખાસ કરી મહિલાઓને નિશાન બનાવવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો