ટૂંક સમયમાં શરુ થાય 5G ઈન્ટરનેટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-05-2021

દેશમાં 5G નેટવર્કના ટ્રાયલમાં ચીની કંપનીઓને મંજૂરી નહીં, દેશમાં અનેક ક્ષેત્રે આવશે ક્રાંતિ©ભારતમાં દૂરસંચાર વિભાગે 5G નેટવર્કના ટ્રાયલને (5G Mobile Network) મંજૂરી આપી

ભારતમાં દૂરસંચાર વિભાગે 5G નેટવર્કના ટ્રાયલને (5G Mobile Network) મંજૂરી આપી છે. ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો (Jio), ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા અને MTNL-BSNLને આ સપ્તાહે 5G ટ્રાયલ માટે 5G સ્પેક્ટ્રમ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મળેલ જાણકારી અનુસાર આગામી 2થી 3 દિવસોમાં ટેલિકોમ કંપનીઓને સ્પેક્ટ્રમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ટેલિકોમ કંપનીઓ ઈક્વિપમેંટ મેન્યુફેક્ચરર અને ટેકનિક પ્રદાતા કંપનીઓ એરિક્શન, નોકિયા, સેમસંગ અને સી-ડોટ સાથે ગઠજોડ કરશે. રિલાયન્સ જિયો ઇન્ફોકોમ સ્વદેશી ટેકનિક સાથે 5G નેટવર્ક ટ્રાયલ કરશે. ગ્રાહકોને ખૂબ જ જલ્દી 5G નેટવર્કની સુવિધાનો લાભ મળશે. દૂરસંચાર વિભાગે જણાવ્યું કે ટેલિકોમ કંપનીઓને 6 મહિના માટે 5G સ્પેક્ટ્રમ ટ્રાયલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સમયગાળા દરમ્યાન બે મહિના પણ શામેલ થશે, જેમાં જરૂરી ઉપકરણોની ખરીદી અને સેટિંગ કરવામાં આવશે.

દૂરસંચાર વિભાગે જણાવ્યું કે ટેલિકોમ કંપનીઓએ શહેરી વિસ્તારમાં જ નહીં ગ્રામીણ અને કસબામાં પણ 5G નેટવર્કનું ટ્રાયલ કરવાનું રહેશે. સમગ્ર દેશમાં એકસાથે 5G નેટવર્કનો લાભ મળે તે માટે તેનું ટ્રાયલ કરવામાં આવે છે. ભારત-ચીન સીમા પર અનેક વાર ચીની સૈનિકોની નાપાક હરકતો સામે આવે છે. આ કારણોસર ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેથી ભારત સરકારે ચીની કંપની ZTE અને હુવૈઈને 5G ટ્રાયલ માટે મંજૂરી આપી નથી. ભારતીય પરિપ્રેક્ષ્યમાં 5G સ્પેક્ટ્રમનું ટ્રાયલ કરવામાં આવશે.

વ્યાવસાયિક ઉપયોગ કરવા પર થશે કાર્યવાહી 4Gની તુલનામાં 5Gથી 10 ગણી વધારે સ્પીડથી ડાઉનલોડ કરી શકાશે. સ્પેક્ટ્રમની એફિસિયન્સી 3 ગણી વધારે હશે. દૂરસંચાર વિભાગે જણાવ્યું કે 5Gનું ટ્રાયલ અલગ નેટવર્કમાં કરવામાં આવશે અને ગેર વ્યાવસિક રીતે ટ્રાયલ કરવામાં આવશે. 1800 MHz, 2500 MHzની સાથે 800 MHz અને 900 MHz બેન્ડ પર પણ 5G નેટવર્ક કવર કરવામાં આવશે. 700 MHz પર ટ્રાયલ કરવા માટે સ્પેક્ટ્રમ આપવામાં આવશે. ટેલિકોમ કંપનીઓને ઈન એરવેવને માત્ર ટ્રાયલ કરવા માટે ઉપયોગ કરવા કહ્યું છે. વ્યાવસાયિક કામકાજ માટે જો તેનો ઉપયોગ કરવામાં આવશે તો ગંભીર કાર્યવાહી કરવામાં આવશે.

5Gથી આવશે બદલાવ: 5G નેટવર્કથી મેડિકલ ફેસિલીટી, સ્માર્ટ શહેરોને ટેકનિક સાથે જોડી શકાશે, વર્ચ્યુઅલ બેન્કિંગ, ગેમ અને સ્પોર્ટ્સને 360 ડિગ્રીથી એન્જોય કરવા માટે ઓગમેંટેડ રિયાલિટી, અને આર્ટિફિશિયલ ઈંટેલીજેન્સને પ્રોત્સાહન મળશે. ટેલી મેડિસિન અને ટેલી એજ્યુકેશનને પ્રોત્સાહન મળશે. ડ્રોનની મદદથી કૃષિ ક્ષેત્રે અને સુરક્ષા ક્ષેત્રે ક્રાંતિ જોવા મળશે. દુનિયાના 34 દેશના 378 શહેરોમાં 5G નેટવર્ક ઉપલબ્ધ છે. ગયા વર્ષે દક્ષિણ કોરિયાના 85 શહેર, ચીનના 57 શહેર અને અમેરિકાના 50 શહેર તથા યૂકેના 31 શહેરોમાં 5G નેટવર્ક ઉપલબ્ધ હતું

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો