હવે વોટ્સએપ પર જાણી શકાશે વેક્સિનેશન કેન્દ્રની માહિતી

આરોગ્ય સેતુ એપ્લિકેશન, કોવિડ સર્વિસ પોર્ટલ ઉપરથી થઈ શકશે રજિસ્ટ્રેશન, – રસીકરણમાં પડતી તકલીફો નિવારવા કેન્દ્ર સરકારના પ્રયત્નો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-05-2021

ભારતમાં 1 મેથી 18 થી 45 વર્ષની વય જૂથના લોકો માટે કોરોના રસી લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. લોકોને રસીકરણમાં કોઈ તકલીફ ન પડે તે માટે સરકાર ઘણા પ્રયત્નો કરી રહી છે. ખાનગી હોસ્પિટલો સાથે ટાઈપએપ કર્યા ઉપરાંત, સોશિયલ પ્લેટફોર્મના માધ્યમથી પણ જાણી શકાશે કે ક્યાં રસીકરણ કેન્દ્ર ચાલુ છે.થોડા દિવસો પહેલા સરકારે રસીકરણ કેન્દ્ર અંગેની માહિતી ફેસબુકના માધ્યમથી બતાવવા પર પગલું ભર્યું હતું, તેથી હવે આ સુવિધા વોટ્સએપ પર પણ ઉપલબ્ધ થશે. આ જાણકારી ટ્વિટર પર શેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે લોકો વોટ્સએપ પરથી જ જાણી શકશે કે વેક્સિનેશન સેન્ટર ક્યાં છે અને તે પણ કોઈ પરેશાની વિના. ભારત સરકારે કોરોનાવાયરસ વિશે ચેટબોટની શરૂઆત વર્ષ 2020 માં જ કરી દીધી હતી. હેલ્પડેસ્કની સહાયથી કોઈપણ વ્યક્તિ કોરોના સંબંધિત માહિતી રીઅલટાઇમમાં મેળવી શકે. દરેક વપરાશકર્તાઓને વોટ્સએપ પર આ સુવિધા મફતમાં મળે છે. કોરોના હેલ્પડેસ્ક હવે તમને તમારા નજીકના રસીકરણ કેન્દ્ર વિશે માહિતી આપશે. ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી છે કે, આ માટે, વપરાશકર્તાઓએ 90131 51515 પર સેન્ડ કરવું પડશે. આ પછી ચેટબોક્સ તમને ઓટોમેટિક રિસ્પોન્સ આપશે. તેની સહાયથી તમે તમારા નજીકના કોવિડ રસીકરણ કેન્દ્ર વિશે માહિતી મેળવી શકો છો. અહીં તમારે 6-અંકનો પિન કોડ પણ દાખલ કરવો પડશે.

રસીકરણ કેન્દ્રોની સૂચિની સાથે ચેટ બોક્સમાં તમને કોવિડ-19 રસી નોંધણીની લિંક પણ મળશે, જે કોવિનની વેબસાઇટ પર સીધા લઈ જશે. અહીં તમારે તમારો ફોન નંબર, ઓટીપી અને આઈડી પ્રૂફ નંબર દાખલ કરીને નોંધણી કરાવવી પડશે. જો તમે ઇચ્છો તો આરોગ્ય સેતુ એપ્લિકેશન અને કોવિડ સર્વિસ પોર્ટલ અથવા ઉમંગ એપ્લિકેશન દ્વારા પણ સીધા રજિસ્ટ્રેશન કરાવી શકો છો. હેલ્પ ડેસ્ક હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓને સપોર્ટ કરે છે. જો કે ડિફોલ્ડ ભાષા અંગ્રેજી છે. એવામાં એક વ્યક્તિ હિન્દીમાં મેસજ મોકલીને સેટ કરી શકે છે. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો