વાંકાનેરમાં ચોર ટોળકી ત્રાટકી, એકજ દિવસમાં બબ્બે જગ્યાએ ચોરીની ઘટના બનતા લોકોમાં રોષ

દરવાજા અને કબાટના લોક તોડી નાંખ્યા, બધું વેરવિખેર કરી પૈસા અને વિટી લઈ ગયા, પાડોશીના ઘરના બહારના દરવાજા બંધ કરી દીધા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-05-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર: ગુલશન પાર્ક ચંદ્રપુરમાં ગતરાત્રે ડૉ.ગની પટેલના ઘરે ચોર ત્રાટકયા હતા અને મુખ્ય લોખંડના દરવાજાનો લોકનો નકુચો તોડીને ફર્સ્ટ ફ્લોરના દરવાજા લોક તોડી અંદર પ્રવેશ્યા હતા. અંદર કબાટના લોક તોડી ને આશરે એક લાખ રૂપિયા રોકડ અને એક સોનાની વીંટી લઈ ગયા હતા.

આખા ઘરમાં તમામ વસ્તુઓ વેરવિખેર પડી હતી બોક્સ પલંગ, શેટ્ટીના ગાદલા હટાવી તેમાં પણ તપાસ કરી હતી અંદર પ્રવેશતા પહેલા થોડા પથ્થરો પણ સાથે લાવ્યા હતા. પાડોસના તમામ ઘરના મુખ્ય દરવાજા બહારથી બંધ કરી દીધા હતા. પાડોશીઓના કહેવા મુજબ તેઓ રાત્રે એકથી દોઢ વાગ્યા સુધી જાગતા હતા અને બહાર જ બેઠા હતા. તેમજ રમજાન ચાલતો હોવાથી વહેલી સવારે સાડા ત્રણ ચાર વાગ્યે તો લોકો ઉઠી જતા હોય છે. ત્યારે વચ્ચેના આ ગાળા દરમિયાન ચોરો પોતાની કળા કરી ગયા.

છેલ્લા દસ દિવસથી ગની પટેલ પોતાના વતન ખેરવા હતા છેલ્લા બે દિવસથી તેઓ અહીં આવ્યા હતા અને ગઈ કાલે સાંજે પાંચ વાગ્યાની આસપાસ પાછા ખેરવા ગયા હતા અને રાત્રે ચોર તાટકીયા હતા. જેથી એવું કહી શકાય કે ચોર જાણભેદુ હોય અથવા તેઓ સતત વોચ ગોઠવીને ધ્યાન રાખતા હોય.

આ ચોરો જે એક લાખ રૂપિયા ચોરી કરી ગયા તેમાં આશરે ૫૦ હજાર રૂપિયા એવા હતા કે જે રમઝાન માસમાં જકાત આપવા માટે અલગ રાખ્યા હતા અને પચીસ-ત્રીસ હજાર ગની પટેલના વાઈફની સેવિંગ હતી અને ઘરમાં વીસ-પચ્ચીસ હજાર રૂપિયા રોકળ હતી. આમ આશરે એક લાખ રૂપિયા અને એક સોનાની વીંટી (આશરે કિંમત 15,000) ની ચોરી થઈ છે.

સવારે નવ વાગ્યાની આસપાસ ગની પટેલે શહેર પોલીસ સ્ટેશનને ફોન કરી જાણ કરી હતી, પોલીસને જાણ થતા તાત્કાલિક પહોંચી હતી. આખા ઘરમાં નીરિક્ષણ અને તપાસ કરી હતી. તેમજ તાત્કાલિક યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી હતી.

 વાંકાનેર વાંકાનેર: ગુલશન પાર્ક પાસે આવેલ પટેલવાડીમાં પણ ચોરી

ગુલશન પાર્કમાં થયેલ ચોરીના સમાચારની શાહી હજુ સુકાઈ નથી ત્યાં મળેલ માહિતી મુજબ મૂળ કણકોટ ગામના રહેવાસી અને વાંકાનેરમાં પ્રાઇવેટ ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતા કુતુબુદ્દીન ઉસ્માન ગની શેરસીયાના ઘર માં ગત્ રાત્રે ચોર ત્રાટક્યા હતા અને ઘરેણા તેમજ થોડી ઘણી રોકડ રકમની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે.

ગુલશન પાર્કમાં ગની પટેલના ઘરમાં અને તેમની બાજુમાં આવેલ પટેલવાડીમાં કુતુબુદ્દીન શેરસિયા ઘરમાં થયેલ ચોરી એક જ મેથડથી ચોરી થઇ છે. બને ઘર બંધ હતા અને ચોરી થઈ છે.

કુતુબુદ્દીન શેરસીયાના વતન કણકોટમાં મકાનનું કામ ચાલુ હોવાથી તે હમણાં ત્યાં રહેતા હતા અને ગુલશનમા ગની પટેલના ઘરમાં ચોરી થયાના સમાચાર હજુ તાજ્જા જ હતા ત્યાં પટેલ વાડીમાં કુતુબુદીન શેરસિયાના પાડોશીઓએ આ મકાન બંધ હોવાથી ચેક કર્યું હતું તો ત્યાં પણ મુખ્ય દરવાજાનું તાળુ મારવાનો નચુકો તૂટેલો હતો જેથી તેઓએ કુતુબુદ્દીનને ફોન કરીને જાણ કરી હતી.

મળેલી માહિતી મુજબ ઘરમાં રહેલી ચાંદી અને સોનાની જ્વેલરી તેમજ થોડી ઘણી રોકડ રકમની ચોરી થયાનું સામે આવ્યું છે ઘરમાં બધું વેરવિખેર કરી નાખ્યું હતું. આમ હવે વાંકાનેરમાં ચોર ટોળકી સક્રિય થઇ હોય તેવું લાગી રહ્યું છે તેમની સામે પોલીસે પેટ્રોલિંગ અને લોકોએ જાગરૂકતા અને સાવચેતી વધારવી પડશે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો