મોદી સરકારે આટલું કર્યું હોત તો દેશમાં કોરોનાથી પરિસ્થિતિ ખરાબ ન બની હોત-રઘુરામ રાજન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-05-2021

રઘુરામ રાજને જણાવ્યું કે ગત વર્ષે જ્યારે કોરોનાની પહેલી લહેર બાદ દેશમાં પેદા થયેલી આત્મમુગ્ધતાનું પરિણામ ભારતને ભોગવવું પડી રહ્યું છે.

રાજને કહ્યું કે ભારતમાં રોજના 3.5 લાખ કેસો આવી રહ્યાં છે સરકાર પર લોકડાઉનનું દબાણ છે છતાં પણ મોદી સરકારે હજુ સુધી તેની પર વિચાર કર્યો  નથી. તેમણે કહ્યું કે જો તમે સાવધાન રહ્યાં હોત તો તમારે સમજવું જોઈતું હતું કે હજુ તેનો ખતરો ઓછો થયો નથી. દુનિયામાં બીજી જગ્યાએ ખાસ કરીને બ્રાઝિલમાં જે થઈ રહ્યું છે તેનાથી તમારે સમજવું જોઈએ કે વાયરસ પરત આવી રહ્યો છે અને પહેલા કરતા પણ વધારે ખતરનાક છે.

આત્મમુગ્ધતા ભારતને ભારે પડી ગયા વર્ષે કોરોનાના કેસોમાં ઘટાડો આવ્યો ત્યારે ભારતને લાગ્યું કે વાયરસ ખતમ થઈ ગયો છે અને આજે બધું ખોલવાનો સમય આવી ગયો. આ આત્મમુગ્ધતા આજે ભારતને ભારે પડી રહી છે.

વેક્સિન પર ધ્યાન ન આપ્યું: યુનિવર્સિટી ઓફ શિકાગોમાં ફાઈનાન્સના પ્રોફેસર રાજને જણાવ્યું કે કોરોનાની પહેલી લહેરને પહોંચી વળવામાં ભારતની સફળતાનું પરિણામ એ રહ્યું કે તેણે લોકો માટે પુરતી વેક્સિન બનાવવા પર ધ્યાન ન આપ્યું. કદાચ ભારતને લાગ્યું હશે કે હજુ તેની પાસે સમય છે. ભારતને લાગ્યું કે અમે કોરોના પર જીત મેળવી લીધી છે તેથી વેક્સિનેશનમાં ઉતાવળ ન કરવી જોઈએ. હવે સરકારને ભાન થયું અને તે ઈમરજન્સી મોડમાં કામ કરી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો