21 દી’ના લોકડાઉનની તૈયારી, સેના એલર્ટ, નિર્ણાયક લડાઈ માટે કેન્દ્ર સરકાર તૈયાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-05-2021

કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણ વિરુદ્ધ નિર્ણાયક લડત લડવાની તૈયારી કરી લીધી છે. નકોરોના સંક્રમણથની સાંકળ તોડવા માટે, દેશભરમાં 21 દિવસો માટેથ પ્રતિબંધો નલાદે તેવી શક્યતા છે. સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકડાઉન લદાય તેવી પ્રબળ શક્યતાઓ પણ દેખાઈ રહી છે. આ વખતે સેના અને અર્ધલશ્કરી દળને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સંભવ છે કે દેશમાં સમગ્ર લોકડાઉન દરમિયાન સેના મોર્ચો સંભાળશે. બીજી તરફ દેશમાં જીવલેણ વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. સાથે સાથે મૃત્યુંઆંક પણ ચોંકાવનારો છે. દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેરે મોટા પાયે તબાહી સર્જી છે. સરકારે તેને નિયંત્રણમાં રાખવા માટે ખૂબ ભાર મૂક્યો છે, પરંતુ કોરોનાને કારણે મોતનો આંકડો રોકાઈ નથી રહ્યો. રાજ્યો દ્વારા લોકડાઉન અથવા કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. દેશના કોઈ રાજ્યમાં કડક લોકડાઉન છે, તે ક્યાંક આંશિક પ્રતિબંધો છે. કેટલાક રાજ્યોમાં ક્ધટેન્ટમેન્ટ ઝોનને લઈને સ્પષ્ટ નીતિ પણ નથી.

દેશમાં બેડ, ઓક્સિજન સપ્લાઈ, જરૂરીયાત વાળી દવાઓની અછત, કોરોનાની લડાઈમાં આ તમામ મેડિકલ જરૂરીયાત મુખ્ય અવરોધો તરીકે બહાર આવ્યા છે.આ બધાને કારણે, કોરોના ચેપની સાંકળ તૂટી રહી નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો