કોરોનાની અસર : મે મહિનામાં લેવાનારી JEE Main પરીક્ષા મોકૂફ, નવી તારીખ અંગે સરકારે લીધો આ નિર્ણય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-05-2021

ક્યારે યોજાવાની હતી JEE Main પરીક્ષાએનટીએ જણાવ્યું કે જેઈઈ મેઈન 2021 ના બન્ને સત્રોની પરીક્ષા ફેબ્રુઆરી અને માર્ચમાં લેવાઈ ચૂકી છે. 27,28 અને 30 એપ્રિલે પરીક્ષા યોજવાની હતી પરંતુ કોરોનાને કારણે તેને સ્થગિત કરી દેવાઈ છે. હવે જેઈઈ મેઈન મે 2021 પરીક્ષા પણ સ્થગિત કરવામાં આવી છે. આ પરીક્ષા 24 થી 28 મે 2021 ની વચ્ચે થવાની હતી.પરંતુ હાલની પરિસ્થિતિ અનૂકૂળ ન હોવાથી પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.

હવે કઈ તારીખે યોજાશે JEE Main પરીક્ષા:: JEE Main પરીક્ષાનું આયોજન કરનાર નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે નવી તારીખ અંગે હાલમાં કોઈ નિર્ણય કરાયો નથી પરંતુ થોડા વખતમાં તે નક્કી કરી લેવામાં આવશે. એનટીએ રજિસ્ટ્રેશન પણ શરુ કર્યું નહોતું. રજિસ્ટ્રેશનની તારીખ પણ પાછળથી જાહેર કરવામાં આવશે.

એનટીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ પરીક્ષાના સંબંધમાં લેટેસ્ટ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઈટ nta.ac.in અને jeemain.nta.nic.in જોઈ શકે છે. આ પરીક્ષાના સંબંધમાં કોઈ પણ પ્રકારની જાણકારી માટે 011-40759000 પર ફોન કરી શકાય છે અથવા તો [email protected] પર ઈમેલ કરીને જોઈતી માહિતી લઈ શકાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો