ગુજરાતને ફાળવવામાં આવેલા ઓકસીજનનો પુરેપુરો જથ્થો પણ ઉપાડતી નથી : કેન્દ્ર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-05-2021

ગુજરાત હાઇકોર્ટમાં કેન્દ્ર અને રાજય વચ્ચે ઓકસીજનના મુદે વિરોધાભાસી દાવા રાજયએ 1100 મેટ્રીક ટન ઓકસીજન માંગ્યો પણ કેન્દ્રએ વાસ્તવિકતા જાહેર કરી દીધી

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ઓકસીજનની તંગીના કારણે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવા પર બ્રેક લગાવી દેવામાં આવી છે તો બીજી તરફ ખાનગી હોસ્પિટલો પણ તેમને જે ઓકસીજનનો પુરવઠો મળે છે તે મુજબ જ દર્દીઓને દાખલ કરે છે. આ સ્થિતિ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર પાસે રોજ 1200 મેટ્રીક ટન ઓકસીજનની માંગ કરવામાં આવી છે પણ કેન્દ્ર સરકારે રાજય સરકારના વળતો કાન ખેંચતા જણાવ્યુ છે કે ગુજરાતને જે 975 મેટ્રીક ટન ઓકસીજનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે તે પણ પુરેપુરો ઉપાડતી નથી. ઓકસીજનની વિવાદ અંગે કેન્દ્ર અને ગુજરાત વચ્ચે વિરોધાભાસી રજુઆત થઇ છે.

ગુજરાત હાઇકોર્ટમાં કોવીડની પરિસ્થિતી અંગે સુઓમોટો અરજીની સુનાવણી આજે થઇ રહી છે તે પુર્વે ગુજરાત સરકારે એવુ સોગંદનામુ કર્યુ હતુ કે કેન્દ્ર દ્વારા તેને 97પ મેટ્રીક ટન ઓકસીજન પુરો પાડવામાં આવે છે અને રાજયની જરુરીયાત 1190 મેટ્રીક ટનની છે. તેથી કેન્દ્રએ વધુ ર00 મેટ્રીક ટન ઓકસીજન રાજયને પુરો પાડવો જોઇએ જેની સામે કેન્દ્ર સરકારે કરેલા સોગંદનામામા એવુ જણાવ્યુ છે કે ગુજરાત સરકારને 975 મેટ્રીક ટનનો ઓકસીજનનો કોટા આપવામાં આવ્યો છે પણ તે 904.12 મેટ્રીક ટન જ ઓકસીજનનો જથ્થો ઉપાડયો છે અને રાજયની ખરેખર જરુરીયાત 1000 મેટ્રીક ટનની છે. રાજય સરકારે એવુ પણ જણાવ્યુ હતુ કે તેની પાસે પ્રથમ તબકકામાં 50 હજાર બેડની વ્યવસ્થા હતી પરંતુ તા. 1 એપ્રીલના રોજ 103033 બેડની વ્યવસ્થા છે. જેમાં 13પ13 આઇસીયુ અને પ7808 ઓકસીજન બેડ છે. કેન્દ્રએ તેના એફીડેવીટમાં જણાવ્યુ હતુ કે રેમડેસીવીરની અછત નીવારવા માટે પણ સરકારે કામગીરી ચાલુ કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો