નાઈટ કરફ્યૂ અને વીકએન્ડ કરફ્યૂ લગાવવાથી કોઈ ફાયદો નથી, લોકડાઉન જ ઉપાયઃ ડો.ગુલેરિયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-05-2021

એમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યુ છે કે, હાલના સમયમાં નાઈટ કરફ્યૂ અને વીક એન્ડ લોકડાઉન લગાવવાનો કોઈ ફાયદો નથી.સાથે સાથે તેમણે શક્યતા દર્શાવી હતી કે, ભારતને કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવો પડી શકે છે.

એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે ડો.ગુલેરિયાએ કહ્યુ હતુ કે, જો કોરોના મહામારી આ જ રીતે આગળ વધતી રહી અને વાયરસ ઈમ્યુન એસ્કેપ મિકેનિઝમ વિકસિત કરવામાં સક્ષમ થઈ ગયો તો શક્ય છે કે, ભારતને કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવાનો પણ વારો આવે.વાયરસના સંક્રમણને રોકવુ હશે તો યોગ્ય સમય પૂરતુ લોકડાઉન નાંખવાની જરુર છે.

તેમણે કહ્યુ હતુ કે, હાલમાં ત્રણ બાબતો પર ધ્યાન આપવાનીજ રુર છે.હોસ્પિટલોની સુવિધાઓમાં સુધારો કરવાની, કોરોનાના વધતા કેસ રોકવાની અને વેક્સીનેશનને ઝડપી બનાવવાની.સંક્રમણની ચેનને તોડવી ડશે.જો લોકોનો ક્લોઝ કોન્ટેકટ ઓછો કરવામાં સફળ થયા તો કોરોનાના કેસ ઓછા થશે.

ડો.ગુલેરિયાના મતે આ સમયે વીકેન્ડ લોકડાઉન લગાવવાનો કે નાઈટ કરફ્યુ લગાવવાનો કોઈ અર્થ નથી.આપણે સમજવાની જરુર છે કે, લોકોમાં ઈમ્યુન સિસ્ટમ વધે તે માટે તેમને જલ્દી વેક્સીન આપવી પડશે અને બીજુ એ સમજવુ પડશે કે વાયરસ કેવી રીતે પોતાનુ સ્વરુપ બદલે છે. દરમિયાન હાલમાં દેશમાં શરુ કરાયેલા વેક્સિનેશનમાં અત્યાર સુધીમાં 15 .89 કરોડ લોકોને વેક્સીન અપાઈ ચુકી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો