કોરોનાને પછાડનાર દર્દીઓને રસીનો એક જ ડોઝ કાફી? નવી ચર્ચા છેડાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-05-2021

કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓને એક ડોઝ આપવા મુદે ચર્ચા છેડાઈ છે. કોરોના સંક્રમણ સામે ‘હર્ડ ઈમ્યુનીટી’ હાંસલ કરવાની દિશામાં રસીનો સીમીત પુરવઠો મોટો પડકાર બન્યો છે. એસ્ટ્રાજેનેકા અને જોન્સન એન્ડ જોન્સનની રસી પર ઉદભવેલી ચિંતાઓથી રસીકરણના માર્ગે અનેક વિધ્નો પેદા થયા છે. અધ્યયનમાં સંક્રમણથી બહાર આવેલા દર્દીઓમાં વેકસીનના માત્ર એક ડોઝથી પર્યાપ્ત માત્રામાં એન્ટી બોડીઝપેદા થયાના સંકેત મળ્યા છે. જેમને ‘એમઆરએનએ’ આધારીત રસી લગાવાઈ હોય.અનેક દેશોએ રસીકરણ રણનીતિમાં ફેરફાર કરીને કોરોનાને માત દેનારા દર્દીઓને માત્ર એક ડોઝની પહેલ કરી છે.


જયારે અમેરિકાના રોગ નિયંત્રણ તેમજ રોકથામ કેન્દ્ર બધાને રસીના બન્ને ડોઝ લગાવવા પર જોર આપી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંગઠનના ડિરેકટર ફ્રાન્સીસ કોલીંસ કહે છે કે કોરોનાને માત આપનારાઓને એક ડોઝ લગાવવાના વિકલ્પ તરીકે અજમાવી શકાય છે. તેને રસીકરણની રાષ્ટ્રીય રણનીતિ તરીકે અપનાવવા માટે મોટા પ્રમાણમાં અભ્યાસ જરૂરી છે.‘બૂસ્ટર ડોઝ’ સાબીત થઈ શકે છે પહેલો ડોઝ: ‘એમ-આરએનએ’ આધારીત વેકસીનની પ્રથમ ડોજ એ દર્દીઓમાં બૂસ્ટર ડોઝનું કામ કરે છે, જે સંક્રમણને માત આપી ચૂકયા છે અને તેમનામાં રોગ પ્રતિકારક શક્તિ બની છે. આ સ્થિતિમાં આવા દર્દીઓને બીજા ડોઝની જરૂર નથી.


બન્ને ડોઝ જેટલા એન્ટીબોડી પેદા થાય છે: સિનાઈ મેડીકલ સેન્ટર (લોસ એન્જલસ)માં એક હજાર સ્વાસ્થ્ય કર્મીઓને ફાઈઝર અને મોડર્ના દ્વારા વિકસીત કરાયેલા ડોઝ અપાયા હતા. જોવામાં આવ્યું છે કે કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોમાં પ્રથમ ડોઝ બાદ એન્ટીબોડીનું સ્તર એ લોકોના બરાબર પહોંચી ગયું હતું, જેમનો કોરોનાની ઝપટમાં આવવાનો કોઈ ઈતિહાસ નહોતો અને તેમને બે ડોઝ અપાયા હતા.સ્વસ્થ લોકો કરતા બહેતર રોગપ્રતિકારક ક્ષમતા મળી: એક ઈટાલીયન સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો સાર્સ-કોવ-2 વાઈરસની ઝપટમાં આવી ચૂકયા છે. તેમનામાં રસીના પ્રથમ ડોઝ માત્રથી જ એવા લાભાર્થી કરતા બહેતર રોગ પ્રતિકારક ક્ષમતા વિકસીત થઈ જાય છે. જેનો સંક્રમણ સાથે સામનો કયારેય થયો નથી અને તેમને વેકસીનના બન્ને ડોઝ પણ લગાવાઈ ચૂકયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો