ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11999 દર્દીઓ સાજા થઇ ગયા, તમે Positive છો તો તમે પણ સાજા થઇ જશો!

અત્યાર સુધીમાં કુલ 4,52,275 દર્દીઓ સાજા થઇ ઘરે મોજથી હરે ફરે છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-05-2021

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં ધીરે-ધીરે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11,999 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે કુલ 1,41,843 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં કુલ 99,41,391 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 26,31,820 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂરું થયું છે. આમ કુલ 1,25,73,211 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 452275 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ગયા છે અને ઘરે આરામથી હરે ફરીને મોજ કરી રહ્યા છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો