પાડોશીને એમ્બ્યુલન્સ નહીં મળતા સેવાભાવીએ લાખોની લકઝરી કારને એમ્બ્યુલન્સ બનાવી

કારને એમ્બ્યુલન્સમાં ફેરફિ દર્દીઓના ઉપયોગ માટે સેવામાં આપી સમાજમાં અનોખુ ઉદાહરણ પૂરૂ પાડ્યું: કારને ઓક્સિજન સહિતની વ્યવસ્થાથી સુસજજ કરાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-05-2021

જામનગરમાં એક સેવાભાવીએ પોતાની લાખો રૂપિયાની લેન્ડ રોવર કાર દર્દીઓના ઉપયોગ માટે આપી સેવાનું અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું છે. જામનગરના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અલ્તાફ ખફી દ્વારા શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં આ સેવાભાવી દ્વારા હાલ પોતાની લાખો રૂપિયાની કાર સેવાઅર્થે આપી છે.

જ્યારે હાલ કોરોના મહામારીમાં હોસ્પિટલ દર્દીઓની સારવાર માટે કેર સારવાર દરમિયાન મૃત્યુ થતાં લોકોને એમ્બ્યુલન્સ મળવી ખૂબ જ મુશ્કેલ છે અને એમ્બ્યુલન્સના ભાવમાં પણ મન ફાવે તેમ લઈ રહ્યા છે ત્યારે ઘરનું ઘર ચલાવતા ભરતભાઇ નરસિંહભાઈ કણસાગરા એ પોતાની લેન્ડ રોવર લક્ઝરી કાર કોરોના દર્દીઓ માટે એમ્બુલન્સ તરીકે સેવા આપી છે.

જે શહેરના નાગનાથ ગેટ પાસે આવેલા ગોમતીપુર વિસ્તારમાં રહેતા ભરતભાઈ કણસાગરાને તેમના સંબંધી રાજુભાઈને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ ઘણા સમય સુધી આવી ન હતી. જેથી તેને એમ્બુલન્સની વ્યવસ્થા નહી થતા કફોડી હાલત હતી, એ જોતા ભરતભાઈને વિચાર આવ્યો અને પોતાની લેન્ડ રોવર લક્ઝરી ગાડી ખોજા નાકા પાસે ચાલતા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની

સેવા અર્થે આપવાનો નિર્ણય કર્યો હતો.: જેથી દર્દીઓને સારવાર માટે એમ્બ્યુલન્સની રાહ જોવી પડે અને તાત્કાલિક સારવાર મળે તેવા સેવાના હેતુથી ભરતભાઈ પોતાની લક્ઝરી લેન્ડ રોવર કાર એમ્બ્યુલન્સમાં ફેરવી દર્દીઓની સેવા માટે આપી છે.જ્યારે ગેરેજ ચલાવતા ભરતભાઈની આવી સેવા જોઈને ઘણા લોકો આગળ આવે અને દર્દીઓને સારવાર કે સેવા કરી શકે તેવું પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રાજકીય નેતાના સેવાકાર્યને મળ્યો બહોળો પ્રતિસાદ: જામનગરમાં વોર્ડ નંબર 12માં ખોજા નાકા વિસ્તારમાં શાળા નં 26 માં 50 બેડની કોવીડ હોસ્પિટલ શરુ કરી છે. જયારે આ રાજકીય નેતાના આ કાર્યને ચોતરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે અને આ સેવાકાર્યને તમામ નાગરિકોએ બિરદાવ્યું છે. ત્યારે આ સેવામાં સહાયરૂપ થવા ભરતભાઈ પ્રજાપતિ અને મુન્નાભાઈ ગેરેજ વાળાએ દર્દીઓને હોસ્પિટલમાં મુકવા માટે પોતાની મોંઘેરી કાર એમ્બ્યુલસ તરીકે ફ્રી સેવા માટે આપી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો